કોરોનાની ચોથી લહેર પણ આવશે, BA 2.2 વેરિયન્ટથી ભારતને કેટલો ખતરો, જાણો દેશમાં ક્યાં નોંધાયા કેસ
કોરોનાની એક નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા જગાડી છે. BA 2.2 વેરિયન્ટ એશિયા અને યુરોપમાં તબાહી મચાવી રહ્યો છે. ઓમિક્રોનના એક સબ વેરિયન્ટના કેસ નોધાતા ફરી એકવાર ચોથી લહેરના સંકેત મળી રહ્યાં હોવોનું અનુમાન એક્સ્પર્ટ લગાવી રહ્યાં છે.
કોરોના વાયરસના નવા કેસો ઘટી રહ્યા છે પરંતુ લાખો લોકોનો ભોગ લેનાર આ ખતરનાક વાયરસનો પ્રકોપ સંપૂર્ણપણે અટક્યો નથી. ઓમિક્રોન એ કોરોનાના અત્યાર સુધીના સૌથી ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે. ઓમિક્રોનના એક સબ વેરિયન્ટના કેસ નોધાતા ફરી એકવાર ચોથી લહેરના સંકેત મળી રહ્યાં હોવોનું અનુમાન એક્સ્પર્ટ લગાવી રહ્યાં છે.
બેશક ઓમિક્રોન હવે શાંત થઈ ગયો છે, પરંતુ કેટલાક સબવેરિયન્ટ્સ ઉભરી રહ્યા છે, જેના કારણે ઘણા દેશોમાં નવા કેસ વધી રહ્યા છે. ઓમિક્રોનનો નવો વેરિયન્ટ BA.2નું હાલ અનૌપચારિક રીતે 'BA 2.2' નામ આપવામાં આવ્યું છે.એશિયા અને યુરોપના ઘણા દેશો તેના કેસ પણ નોધાઇ રહ્યાં છે.
વિશ્વભરમાં નવા કોવિડ વેરિઅન્ટ્સ પર નજર રાખતા સંશોધકો અને નિષ્ણાતોએ BA 2.2 ને કોરોના વાયરસના અન્ય તમામ પ્રકારો કરતાં વધુ ઝડપથી ફેલાતો વેરિયન્ટ ર ગણાવ્યો છે. આ પ્રકારે ઈંગ્લેન્ડમાં ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે, જેના કારણે નવા કેસોમાં વધારો થયો છે અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.હોંગકોંગમાં નવા વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યાં છે.
શું નવા વેરિયન્ટની એન્ટ્રી ભારતમાં થઇ ચૂકી છે?
ભારતમાં પણ ઓમિક્રોનના આ સબ વેરિયન્ટની એટ્રી થઇ ચૂકી છે. ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર અને લદ્દાખ તેમજ પુડુચેરીમાં ત્રણ કેસ નોંધાયા છે. નિષ્ણાતના મત મુજબ કોરોનાના આ નવા વેરિયન્ટથી નોન વેક્સિનેટ લોકો અને પહેલાથી ગંભીર બીમારીથી પીડાતા લોકો તેમજ વૃદ્ધ લોકોને વધુ જોખમ છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,761 નવા મામલા નોંધાયા છે અને 127 લોકોના મોત થયા છે. ગઈકાલે દેશમાં કોરોનાના 2,075 નવા કેસ નોંધાયા હતા અને 71 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,30,07,841 મામલા સામે આવી ચુક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 3196 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 26,240 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,15,479 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,24,65,122 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 181, 27,11,675 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,34,444 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.