(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં આજથી ફ્રન્ટ લાઈન વર્કર સહિત આ લોકો માટે શરૂ થયા પ્રકોશન ડોઝ, બીજા ડોઝના આટલા દિવસ બાદ લઇ શકાશે
રાજ્યમાં આજથી ફ્રન્ટ લાઈન વર્કર અને 60 વર્ષ ઉપરના કોમોરબીડિટી ધરાવતા વડીલોને પ્રિકોશનરી ડોઝ આપવાની શરૂઆત થઇ ગઇ છે. હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને કોમોરબીડ સિનિયર પ્રિકોશનરી ડોઝ સીટીઝનને આપવામાં આવી રહ્યા છે
રાજ્યમાં આજથી ફ્રન્ટ લાઈન વર્કર અને 60 વર્ષ ઉપરના કોમોરબીડિટી ધરાવતા વડીલોને પ્રિકોશનરી ડોઝ આપવાની શરૂઆત થઇ ગઇ છે.
હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને કોમોરબીડ સિનિયર પ્રિકોશનરી ડોઝ સીટીઝનને આપવામાં આવી રહ્યા છે. બીજા ડોઝને 39 સપ્તાહ પૂર્ણ થયા હશે તેમને આ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. ..,રાજ્યમાં 6.24 લાખ હેલ્થ વર્કર, 3.19 લાખ ફ્રન્ટ લાઈન વર્કર મળી કુલ 6.40 લાખ લોકો પ્રિકોશનરી ડોઝ મળવાપાત્ર છે.
60 વર્ષ થી ઉપરના કોમોડિટી ધરાવતા 37 હજાર લોકો પ્રિકોશનરી ડોઝ મળવાપાત્ર છે. વેકસીનેશન સેન્ટર પર જઈ સીધા રસી લઈ શકાશે.
કોવિન પર નહિ કરવું પડે નવું રજિસ્ટ્રેશન. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ પ્રિકોશન ડોઝ માટે રસીકરણ થઈ રહ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રસીકરણ મહાઅભિયાનની સમીક્ષા કરી. આરોગ્ય મંત્રીની હાજરીમાં સોલા સિવિલ હોસ્પિટલના હેલ્થ કેર વર્કર તેમજ ડોક્ટર્સને precaution ડોઝ અપાયો.
સમીક્ષા બાદ ઋષિકેશ પટેલનું નિવેદન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કોરોનાના કેસો ચોક્કસ વધ્યા છે પરંતુ પણ રસીકરણ ના કારણે હોસ્પિટલાઈઝેશન ઘટ્યું છે.લોકોએ પેનિક થવાની જરૂર નથી, કેસો ઝડપથી વધશે, પણ ઝડપથી ઘટશે એવો ટ્રેન્ડ દુનિયાએ જોયો છે .રાજકીય, સામાજિક, ધાર્મિક મેળાવડાથી દૂર રહેવું તેમજ કોવિડની ગાઇડ લાઇનનું પાલન કરીને ચોક્કસ વાયરસના સંક્રમણથી બચી શકાશે”
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
શમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે.
કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.
ઓમિક્રોનના વધતા જોખમ અને કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 151 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે દેશમાં કુલ 13 લાખ 52 હજાર 717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ગઈકાલ સુધીમાં 69 કરોડ 15 લાખ 75 હજાર 352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સોમવારે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય પ્રધાનો સાથે કોવિડ કેસોની સંખ્યામાં તીવ્ર વધારો વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વાતચીત કરશે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાનો ડિજિટલ માધ્યમ દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના આરોગ્ય પ્રધાનો સાથે વાતચીત કરશે.