શોધખોળ કરો

Lok Sabha Elections 2024: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ નથી લડવા માંગતા ચૂંટણી,નામો જાણી ચોંકી જશો

Election 2024: કોંગ્રેસના મોટા ભાગના મોટા નેતાઓ આ વખતે લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરતા અચકાયા છે. દેશનું વાતાવરણ જોઈને પાર્ટી ઈચ્છે છે કે તેઓ ચૂંટણી લડે, પરંતુ તેઓ પીછેહઠ કરતા જણાય છે.

Lok Sabha Elections 2024: આગામી લોકસભા ચૂંટણી 2024 માટે શતરંજનો પાટો સંપૂર્ણ રીતે બિછાવી દેવામાં આવ્યો છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે તમામની નજર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની યાદી પર છે.

 વાસ્તવમાં, કોંગ્રેસ પાર્ટી તેના મોટા નેતાઓને લોકસભા ચૂંટણી લડવવા માંગે છે, પરંતુ ઘણા રાજ્યોમાંથી તેના મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનથી દૂર રહેતા જોવા મળે છે. આ યાદીમાં પ્રિયંકા ગાંધીથી લઈને પીએલ પુનિયા સુધીના નામોના સમાવેશ થાય છે. બીજી તરફ કોંગ્રેસના કેટલાક મોટા ચહેરાઓ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવતા જોવા મળી રહ્યા છે. જો આપણે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની વાત કરીએ તો તેમને રાજનાંદગાંવ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

 કર્ણાટકના મંત્રીઓને પણ ટિકિટ મળી શકે છે

  • આ સિવાય પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી ચૂંટણી લડનારા નેતાઓની સંભવિત યાદીમાં સામેલ છે. બીજી તરફ કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ મોટા ભાગના મોટા નેતાઓ કેબિનેટમાં છે અને તેઓ લોકસભાની ચૂંટણી લડવામાં રસ ધરાવતા નથી. એક લાંબી યાદી પણ છે જેમાં આ નામોનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
  • પ્રિયંકા ગાંધી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના લોકસભા ચૂંટણી લડવા અંગે સસ્પેન્સ છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પ્રિયંકા ગાંધીની રાજકીય સક્રિયતા મર્યાદિત થઇ ગઇ છે. સોનિયા ગાંધીના રાજ્યસભામાં ગયા બાદ રાયબરેલીની બેઠક ખાલી પડી છે, પરંતુ પ્રિયંકા ગાંધી દ્વારા ચૂંટણી લડવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
  • મલ્લિકાર્જુન ખડગેઃ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કર્ણાટકના ગુલબર્ગાથી છેલ્લી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. હવે તેઓ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે. લોકસભાની ચૂંટણી નહીં લડે. તેનું મુખ્ય કારણ કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની તેમની જવાબદારી અને તેમની ઉંમર 80થી વધુ છે.
  • અશોક ગેહલોતઃ સક્રિય દેખાય છે, પરંતુ ચૂંટણી લડવી નિશ્ચિત નથી. પુત્ર વૈભવ ગેહલોત પોતાની જૂની સીટ જોધપુરને બદલે જાલોરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે.
  • સચિન પાયલટઃ પાર્ટી ઇચ્છે છે કે સચિન લોકસભા લડે, પરંતુ હવે તે છત્તીસગઢના પ્રભારી પણ છે, તેથી તેના ચૂંટણી લડવાની શક્યતા ઓછી છે.ટી એસ સિંહ દેવઃ છત્તીસગઢના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ટી એસ સિંહ દેવ વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે, પરંતુ અંગત કારણોસર તેઓ લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેમની પત્નીની તબિયત સારી નથી.
  • દિગ્વિજય સિંહઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ રાજ્યસભાના સાંસદ છે અને લોકસભાની ચૂંટણી લડતા જોવા મળતા નથી. ભોપાલથી છેલ્લી લોકસભા ચૂંટણી હારી હતી.
  • કમલનાથ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ છિંદવાડા લોકસભા સીટથી સાંસદ છે. આવી સ્થિતિમાં કમલનાથ માટે ચૂંટણી લડવી મુશ્કેલ લાગી રહી છે.
  • પ્રમોદ તિવારી: યુપી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા છે. પાર્ટીની ઈચ્છા છતાં પ્રમોદ તિવારીએ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.
  • પીએલ પુનિયાઃ યુપી કોંગ્રેસના દલિત ચહેરા પીએલ પુનિયા તેમના પુત્ર તનુજ પુનિયાને બારાબંકીથી ચૂંટણી લડાવવા માંગે છે.
  • ભૂપિન્દર સિંઘ હુડ્ડા: હરિયાણામાં વિરોધ પક્ષના નેતા, ભૂપિન્દર સિંહ હુડ્ડા છેલ્લી લોકસભા ચૂંટણી હારી ગયા હતા; આ વખતે લડવાના મૂડમાં નથી. તેમના પુત્ર રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા રોહતકથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
  • કુમારી શૈલજાઃ હરિયાણાના વરિષ્ઠ નેતા કુમારી શૈલજા લોકસભાની જગ્યાએ થોડા મહિના પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે.
  • રણદીપ સુરજેવાલાઃ રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલા પણ લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા નથી.
  • રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડી રહ્યા છે.
  • જો પંજાબ અને કેરળના રાજકારણની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે અને ભાજપ સાથે સીધી સ્પર્ધા નથી. આ રાજ્યોમાં મોટા ભાગના મોટા નેતાઓ ચૂંટણી લડવા માટે કતારમાં છે. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ લોકસભા ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધી પોતે કેરળની વાયનાડ બેઠક પરથી ફરી એકવાર ચૂંટણી લડવાના છે. આ સીટ પર રાહુલ ગાંધી સીપીઆઈને પડકારવાના છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Maharashtra Politics: ભાજપ સાથે 'દગો'? શિંદે અને રાજ ઠાકરે વચ્ચે રંધાઈ મોટી ખીચડી, ઉદ્ધવ જોતા રહ્યા
Maharashtra Politics: ભાજપ સાથે 'દગો'? શિંદે અને રાજ ઠાકરે વચ્ચે રંધાઈ મોટી ખીચડી, ઉદ્ધવ જોતા રહ્યા
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી
ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Maharashtra Politics: ભાજપ સાથે 'દગો'? શિંદે અને રાજ ઠાકરે વચ્ચે રંધાઈ મોટી ખીચડી, ઉદ્ધવ જોતા રહ્યા
Maharashtra Politics: ભાજપ સાથે 'દગો'? શિંદે અને રાજ ઠાકરે વચ્ચે રંધાઈ મોટી ખીચડી, ઉદ્ધવ જોતા રહ્યા
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી
ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી
US Trade War: ટ્રમ્પની ટેરિફ બાજી ઉંધી પડી! ભારતે રસ્તો બદલી આ દેશો સાથે મિલાવ્યો હાથ, જુઓ લિસ્ટ
US Trade War: ટ્રમ્પની ટેરિફ બાજી ઉંધી પડી! ભારતે રસ્તો બદલી આ દેશો સાથે મિલાવ્યો હાથ, જુઓ લિસ્ટ
લગ્નસરા ટાણે જ ઝટકો: 22 કેરેટ સોનું ₹5,510 મોંઘું થયું! બજેટ ખોરવાયું, જુઓ આજના લેટેસ્ટ ભાવ
લગ્નસરા ટાણે જ ઝટકો: 22 કેરેટ સોનું ₹5,510 મોંઘું થયું! બજેટ ખોરવાયું, જુઓ આજના લેટેસ્ટ ભાવ
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
Embed widget