Ukraine War: યૂક્રેનમાં ફસાયેલી મહિલાઓનું કઇ રીતે થઇ રહ્યું છે શોષણ, જાણો શું છે સ્થિતિ
રશિયાના હુમલા બાદ યુક્રેનની સ્થિતિ વણસી ગઈ છે. લોકો પાસે ન તો રહેવા માટે ઘર છે કે ન તો ખોરાક કે પાણી, ઉપરથી આખો સમય મૃત્યુ આકાશમાં મંડરાતું રહે છે.
Ukraine War:રશિયાના હુમલા બાદ યુક્રેનની સ્થિતિ વણસી ગઈ છે. લોકો પાસે ન તો રહેવા માટે ઘર છે કે ન તો ખોરાક કે પાણી, ઉપરથી આખો સમય મૃત્યુ આકાશમાં મંડરાતું રહે છે. કેટલીક ગુનાહિત ટોળકી આ તકનો ફાયદો ઉઠાવી રહી છે. યુદ્ધ શરૂ થયાને 11 દિવસ થઈ ગયા છે અને એવો અંદાજ છે કે અત્યાર સુધીમાં 1.5 મિલિયન લોકો દેશ છોડી ચૂક્યા છે, યૂક્રેનમાં ફસાયેલી મહિલા સાથે વેશ્યાવૃત્તિ અને ગુલામીમાં ધકેલી રહી છે.
EU અધિકારીઓ અને સંયુક્ત રાષ્ટ્રને ડર છે કે, લગભગ 7 મિલિયન લોકો યુક્રેનમાંથી પડોશી પોલેન્ડ, મોલ્ડોવા, રોમાનિયા, સ્લોવાકિયા અને હંગેરીમાં આશ્રય મેળવી શકે છે, જેના કારણે માનવ તસ્કરીમાં આશ્ચર્યજનક વધારો થયો છે. ડેઈલીમેઈલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લોકો દેશ છોડીને જતા હોવાથી મોટાભાગની મહિલાઓ વેશ્યાવૃત્તિ, ગુનાહિત પ્રવૃત્તિઓ અને બળજબરીથી ગુલામીમાં ફસાઈ જવાનો ભય છે. એવા અહેવાલો પણ છે કે કેટલીક મહિલાઓ અને પરિવારોએ 'ફ્રી' સરહદ પાર કરવાની ઓફર સ્વીકારી હતી પરંતુ જ્યારે તેઓ પાડોશી દેશમાં પહોંચી ત્યારે તેમની પાસે પૈસાની માંગ કરવામાં આવી હતી.
લોરેને જણાવ્યું હતું કે, શરણાર્થીઓ જે દેશોમાં જઈ રહ્યા છે તે ગુનાહિત ટોળકીના હોટબેડ છે અને ગુનેગારો તેમને "સમૃદ્ધ સ્ત્રોત" તરીકે જુએ છે જેનો તેઓ સરળતાથી લાભ લઈ શકે છે. તેમણે કહ્યું કે ગેંગ આ યુદ્ધને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સૌથી અનુકૂળ સમય તરીકે જોઈ રહી છે. પરંતુ અફસોસની વાત એ છે કે, મહિલાઓ અને બાળકો તેનો શિકાર બની રહ્યા છે કારણ કે પુરુષોને યુક્રેન છોડવાની મનાઈ કરવામાં આવી છે અને સેનામાં જોડાવાનું કહેવામાં આવ્યું છે. જેના લીધે મહિલા શોષણની વધુ શિકાર થઇ રહી છે.હાલ યુક્રેનની મદદે અન્ય દેશો પણ આવ્યાંછે.