Omicron Death: કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી અમેરિકામાં પહેલું મોત, ટેક્સાસના આ શખ્સે ન હતી લીધી વેક્સિન
US First Omicron Death: કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યું છે. ટેક્સાસના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, અમેરિકામાં ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ થયું છે.
US First Omicron Death: કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યું છે. ટેક્સાસના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, અમેરિકામાં ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ થયું છે.
કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે. તેની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી રહી છે. ટેક્સાસના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ થયું છે. હેરિસ કાઉન્ટીના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટના કારણે યુએસમાં આ પ્રથમ મૃત્યુ હોવાનું માનવામાં આવે છે. મૃત્યુ પામનાર વ્યક્તિ 50 વર્ષના હતા અને તેને રસી પણ આપવામાં આવી ન હતી. સોમવારે, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે, 18 ડિસેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહના સિક્વન્સિંગ ડેટાના આધારે 73% અમેરિકનો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ હતી. કાઉન્ટી જજ લીના હિડાલ્ગોએ ટ્વિટ કર્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટથી આ પ્રથમ સ્થાનિક મૃત્યુ છે. તેણે ટ્વીટમાં લખ્યું કે, લોકોએ ચોક્કસપણે રસી લેવી જોઈએ. અગાઉ ડિસેમ્બરની શરૂઆતમાં, યુકેમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ હતી. યુકેમાં આ પ્રકારને કારણે અત્યાર સુધીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 104 લોકો હોસ્પિટલમાં છે.
ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 24માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 5326 નવા કેસ નોંધાયા છે અને 453 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8043 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની 82,267 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3722 કેસ નોંધાયા છે અને 419 સંક્રમિતોના મોત થયા છે.
છેલ્લા 9 દિવસમાં કેટલા કેસ નોંધાયા હતા
20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હબતહતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા. 12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.