Vadodra: વડોદરામાં 8 જાન્યુઆરીએ 10મી ઈન્ટરનેશનલ મેરેથોન યોજાશે
વડોદરામાં 8 જાન્યુઆરીએ 10મી ઈન્ટરનેશનલ મેરેથોન યોજાશે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ 5 કિલોમીટરની આ મેરેથોનમાં દોડશે.
વડોદરા: વડોદરામાં 8 જાન્યુઆરીએ 10મી ઈન્ટરનેશનલ મેરેથોન યોજાશે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ 5 કિલોમીટરની આ મેરેથોનમાં દોડશે. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન ભારતની ટોપ ટેન મેરેથોનમાં સ્થાન ધરાવે છે. આ મેરેથોનમાં 91 હજાર 612 દોડવીરો ભાગ લેશે. આ મેરેથોનમાં આંતરરાષ્ટ્રીય રૂટની જરૂરિયાત પ્રમાણે 7 મેડિકલ બૂથ છે અને 24 તબીબોની ટીમ છે.
અત્યાર સુધીની મેરેથોનમાં મોટી સંખ્યામાં ઈન્ટરનેશનલ દોડવીરો ભાગ લેતા હતાં. જો કે કોરોના વાયરસ બાદ ફક્ત 10 દોડવીરો જ મેરેથોનમાં ભાગ લેશે. 8 જાન્યુઆરીએ વડોદરા શહેરમાં 10મી ઈન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવશે.
Ahmedabad: ઉતરાયણને લઈને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, ફક્ત ચાઈનીઝ દોરી જ નહીં પણ આ મામલે પણ થશે કાર્યવાહી
ઉતરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત સિંથેટિક દોરી એટ્લે કે ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધના જાહેરનામા અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, ચાઇનીસ દોરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમા 113 જગ્યા પર રેડ કરવામાં આવી છે. લોકો અને પશુઓને નુકશાન થાય તે માટેના પ્રયાસ મામલે 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે.
ચાઇનીસ દોરીના ઑનલાઇન વેચાણ સામે પણ આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે. સિંથેટિક દોરી વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી વધુ કાચ ઉમેરવામાં આવે છે. જેથી દરેક પોલીસ સ્ટેશનને સુચના અપાઈ છે કે જેઓ દોરી તૈયાર કરતા હોય તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. વધું તેજીલી દોરી ઘાતક હોય છે જેથી તેના પર નિયંત્રણ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે
પ્રતિબંધિત સિન્થેટિક દોરી કે જે ચાઈનીઝ દોરીના નામથી ઓળખાય છે તેની સામે અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યા છે. માત્ર ચાઈનીઝ દોરી નહીં પરંતુ પોલીસ હવે રેગ્યુલર પતંગ ચગાવવાની દોરીને વધુ ધારદાર બનાવતા વેપારીઓને મળીને સમજાવવાનો અભિયાન પણ હાથ ધર્યું છે.
અમદાવાદમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં
ઉતરાયણનો તહેવાર નજીક છે તેવામાં દિવસેને દિવસે ચાઈનીઝ દોરીનું પ્રમાણ વધ્યું છે. લોકો માટે ઘાતક અને જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના વેપાર અને ઉપયોગ સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી 3 હજાર જેટલી ચાઈનીઝ દોરીની રીલ ઝડપી લેવામાં આવી છે. ઓનલાઇન ચાઈનીઝ દોરીના વેચાણ બાબતે પણ સાયબર પોલીસ નજર રાખી રહ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.