શોધખોળ કરો

સુરતથી આઇસરમાં બેસીને પાવગઢ દર્શને જતાં આહીર પરિવારને વાઘોડિયા પાસે નડ્યો અકસ્માત, 11 લોકોના મોતથી અરેરાટી

મૃતકોમાં એક બાળક, પાંચ મહિલા અને ત્રણ પુરુષો છે. તમામ મુસાફરો આહીર પરિવારના અને મૂળ નાની ખેરાડી ગામના રહેવાસી છે. તેમજ સુરતના વરાછામાં રહેતા હતા અને હીરાનું કામ કરતા હતા.

વડોદરાઃ વડોદરાના વાઘોડીયા ચોકડીના બ્રિજ પર ટ્રેલર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 17 યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતથી પાવાગઢ તરફ આઈસર જઈ રહી હતી ત્યારે જ વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 11 યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં એક બાળક, પાંચ મહિલા અને ત્રણ પુરુષો છે. તમામ મુસાફરો આહીર પરિવારના અને મૂળ નાની ખેરાડી ગામના રહેવાસી છે. તેમજ સુરતના વરાછામાં રહેતા હતા અને હીરાનું કામ કરતા હતા. આ અકસ્માતમાં 17 યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પોલીસ, ક્લેક્ટર, SDM સહિતના અધિકારીઓ હાજર છે. સાથે જ SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ પણ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. આજે વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. મૃતકોની યાદી -હંસાબેન ખોડાભાઇ જીંજા(ઉ.11) -ભૌતિક ખોડાભાઇ જીંજા(ઉ.11) -દિનેશભાઇ ઘુઘાભાઇ બદલાણીયા -દેવાંશી બિજલ ખડીયા -નેન્સી નરેશભાઇ જીન્જુવાડીયા -પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા -દક્ષાબેન ઘનશ્યામ કલસરીયા -ઉત્તમ હરીશભાઇ જીન્જુવાડીયા -રૂતિક જીન્જુવાડીયા -ખોડાભાઇ ચુનાભાઇ આહીર
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો

IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણArvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસRajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલBhupendrasinh Zala : ભૂપેન્દ્રસિંહને 2027માં વિધાનસભા લડી બનવું હતું કેન્દ્રીય મંત્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન

સાવધાન! શું તમે પણ સિગારેટ પીવો છો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર

'AAP' પર નિશાન સાધતા દિલ્હી ભાજપે શેર કરી ખાડાવાળા રસ્તાની એડિટેડ તસવીર

Embed widget