શોધખોળ કરો

વડોદરાઃ યુવતીએ એક્ટિવા ચાલકને રોકી કહ્યું, 'મારે પૈસાની ખાસ જરૂર છે, તમે કહેશો તેમ કરીશ'

આજે મારે કોઇ ગ્રાહક નથી, મારે પૈસાની ખાસ જરૂર છે, તમે જેમ કહેશો તેમ હું કરીશ. આ વાત સાંભળી કિરણભાઈ લલચાઈ ગયા હતા.

વડોદરાઃ શહેરના વાસણા ભાયલી વિસ્તારમાં રહેતી વ્યક્તિને એક યુવતીએ મજા કરવાનું કહીને એક્ટિવા પર લઈ જઈ પોતાના સાગરીતોની મદદથી હનીટ્રેપમાં ફસાવી હતી અને તેને કારમાં પરાણે બેસાડી માર મારી 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી બીજા એક લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જોકે, પછી પકડાઇ જવાની બીકે તેઓ આ વ્યક્તિને રસ્તા વચ્ચે છોડીને ભાગી ગયા હતા. આ અંગેની વિગતો એવી છે કે, ગત સોમવારે બપોરે અપ્સરા ટોકિઝ પાસે રહેતી વૃત્તિ સંજય રાજપૂતે ઇલોરાપાર્ક પાસે 63 વર્ષીય કિરણ ભલુભાઇ ગઢવીને મોબાઇલથી ઇશારો કરતાં તેઓ તેની નજીક ગયા હતાં. કિરણભાઈ પાસે આવતાં જ વૃત્તિએ કહ્યું હતું કે, આજે મારે કોઇ ગ્રાહક નથી, મારે પૈસાની ખાસ જરૂર છે, તમે જેમ કહેશો તેમ હું કરીશ. આ વાત સાંભળી કિરણભાઈ લલચાઈ ગયા હતા. કિરણભાઈએ સંમતિ દર્શાવતા વૃત્તિએ તેમનું એક્ટિવા ચલાવી લીધું હતું અને કિરણભાઈ પાછળ બેસી ગયા હતા. આ પછી વૃત્તિ તેમને એક્ટિવા પાછળ બેસાડી નિલામ્બર સર્કલ પાસે આવેલી પાણીની ટાંકી પાસે લઈ જઈ તે કિરણભાઈ સાથે અડપલા કરવા લાગી હતી. એટલીવારમાં સફેદ સ્વીફ્ટ ડીઝાયરમાં ત્રણ શખ્સો આવ્યા હતા અને બંનેને ધમકાવી કારમાં બેસાડી દીધા હતા. આ પછી કિરણભાઈને માર મારી એક શખ્સે 20 હજાર રૂપિયા, મોબાઇલ અને અન્ય વસ્તુઓ પડાવી લીધી હતી. તેમજ વધુ એક લાખ રૂપિયા માંગ્યા હતા. તેમજ ન આપે તો બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જોકે, દોઢ કલાક કિરણભાઈને ફેરવ્યા પછી પકડાઇ જવાની બીક લાગતાં તેમને રસ્તામાં ઉતારી ભાગી ગયા હતા. કિરણભાઈએ આ અંગે પોલીસને જાણ કરતા અને કારનો નંબર આપતા પીઆઇ ખેર સહિતની ટીમે તપાસ કરતાં કાર ફતેપુરાના અમુલ રમેશ શિર્કેની માતાના નામની હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ફૂટેજ મેળવી અમૂલ અને યુવતી સહિત 5ની ધરપકડ કરી હતી. હનીટ્રેપ ગોઠવી લૂંટ ચલાવવામાં એસઓજીનો પીએસઆઇ ચૂડાસમા બનનાર અમૂલ શિર્કે ફતેપુરાના નામીચા રમેશ પહેલવાનનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેનું મૂળ નામ હીરેન છે. સલીમ શેખ સહિતના સાગરિતો સાથે તે છેલ્લા ઘણા સમયથી સક્રિય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget