શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ શાક માર્કેટના 9 વેપારીઓને લાગ્યો કોરોનાનો ચેપ, અધિકારીઓ થયા દોડતા, જાણો વિગત
APMC સાથે અધિકારીઓએ મીટિંગ કરી શનિ અને રવિ હોલસેલ અને રિટેલ શાક માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લા માટે ચિંતાજનક સમાચા સામે આવ્યા છે. પાદરામાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રની ચિંતામાં વધારો થયો છે. પાદરામાં શાક માર્કેટના 9 વેપારીઓ કોરોનાની ઝપેટમાં આવતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને રિજનલ કમિશનર મ્યુનિસિપલટીના અધિકારીઓ પાદરા ખાતે દોડી આવ્યા હતા.
APMC સાથે અધિકારીઓએ મીટિંગ કરી શનિ અને રવિ હોલસેલ અને રિટેલ શાક માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસ દરમ્યાન માર્કેટ સંપૂર્ણ સેનેટાઇઝીગ કરી એ તમામ વેપારીઓનું મેડિકલ ચેકઅપ કરી સ્ક્રિનિગ કરવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 38 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 366 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion