શોધખોળ કરો

વડોદરાઃ એકલી રહેતી યુવતીને બે સંતાનોના પિતા સાથે બંધાયા શારીરિક સંબંધ ને વગર લગ્ને બની માતા, જાણો પછી શું થયું ?

વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી યુવતીના માતા પિતાનું થોડા સમય પહેલાં અવસાન થતાં યુવતી ભાઈ ભાભી સાથે રહેતી હતી.

વડોદરાઃ વડોદરામાં માતા પિતાનું છત્ર ગુમાવનાર યુવતીને ભાભી બહુ પરેશાન કરતી હતી. ભાભીનો ત્રાસ સહન નહીં થતાં એકલી રહેવા ગયેલી યુવતીને બે સંતાનોના પિતા સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બનતાં પ્રેમી તેને છોડીને ભાગી ગયો હતો. બીજી તરફ ગર્ભપાતનો સમય ના રહેતાં યુવતીએ લગ્ન વગર સંતાનને જન્મ આપીને કુંવારી માતા બનવાનો વારો આવ્યો છે. આ કેસમાં પોલીસમાં મામલો પહોંચતાં અંતે પ્રેમીએ સંતાનના ઉછેરની જવાબદારી ઉઠાવવાની ખાતરી આપીને સમાધન કર્યું છે. વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી યુવતીના માતા પિતાનું થોડા સમય પહેલાં અવસાન થતાં યુવતી ભાઈ ભાભી સાથે રહેતી હતી. થોડો સમય સારી રીતે રહ્યા બાદ ભાભીએ હેરાનગતિ શરૂ કરતાં યુવતી ઘર છોડીને ભાડાના ઘરમાં રહેવા ગઇ હતી. યુવતી અહીં એક પરણીત પુરુષ ના સંપર્કમાં આવી હતી. બે બાળકોના યુવકે યુવતીના ઘરે અવરજવર ચાલુ કરી હતી. ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક યુવતીને મદદરૂપ થતો હોવાથી બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા અને બંને શારીરિક સંબંધો બાંધીને જાતિય સુખ માણતાં હતાં. આ સંબધોથી યુવતી પ્રેગનેન્ટ થઈ હતી પણ તેણે ભાઈ-ભાભીથી આ વાત છૂપાવી હતી. પ્રેમીએ તેને થોડો સમય ફેરવીને પછી જતો રહ્યાં. ત્યાં સુધીમાં ગર્ભપાત કરી શકાય તેમ નહોતો તેથી યુવતી લગ્ન વિના માતા બની હતી. યુવતી માતા બનતાં પ્રેમીએ મોઢું ફેરવી લીધું હતું અને તેના ઘેર આવજા બંધ કરી સંબંધો કાપી નાખ્યા હતા. આ વાતની ખબર યુવતીના ભાઈને થતાં ભાઈએ યુવતી સાથે ઝઘડો પણ કર્યો હતો. મૂંઝાયેલી યુવતીએ અંતે અભયમ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માગતાં અભયમના કાઉન્સિલરે પ્રેમીને સમજાવી કાયદાકીય રીતે ગંભીર અપરાધ કર્યો હોવાની જાણ કરી તેને માંજલપુર પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. કાયદાકીય પગલાંથી બચવા પ્રેમીએ બાળકના ઉછેરની જવાબદારી લેવા તૈયારી દર્શાવી છે. જો કે આ ગુનો ગંભીર હોવાથી આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવી કે કેમ તેનો નિર્ણય યુવતી પર છોડવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget