શોધખોળ કરો

Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?

પાલડીના યુવાને કેનાલમા પડતુ મુકી જીવન ટુકાવ્યું છે. આર્થિક ખેંચના કારણે યુવાન માનસિક તણાવનો સામનો કરતો હતો. એકમાત્ર CNG રીક્ષાથી કુંટુંબનુ ભરણપોષણ કરતો હતો.

વડોદરાઃ પાલડીના યુવાને કેનાલમા પડતુ મુકી જીવન ટુકાવ્યું છે. આર્થિક ખેંચના કારણે યુવાન માનસિક તણાવનો સામનો કરતો હતો. એકમાત્ર CNG રીક્ષાથી કુંટુંબનુ ભરણપોષણ કરતો હતો. જન્માષ્ટમીએ રિક્ષા પલટતાં યુવક  માનસિક તણાવમાં આવ્યો હતો.એક માત્ર આજીવિકાનુ સાધન વારંવાર ખર્ચ કરાવતા યુવકને લાગી આવ્યુ. 
નર્મદા કેનાલમા તણાવ અનુભવતા યુવકે મોતની છલાંગ લગાવી હતી. 

બે સંતાનના પિતાએ ભરેલા પગલાથી પરિવારમા શોકનો માહોલ છે. નર્મદા કેનાલના ઊંડા પાણીમા ગરકાવ થતા જરોદ પોલીસ મથકે ફરીયાદ. યુવકનો ઊડા પાણીમા ગરકાવ થયા બાદ કોઈ પત્તો નહિ.

Kutch Accident : નખત્રાણા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના 4ના મોત
કચ્છઃ નખત્રાણા નજીક રોડ પ૨ ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારનાં ચાર જણનાં મોત નીપજ્યા છે. નખત્રાણાના ધાવડા અને દેવપર વચ્ચે મધરાત્રે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં. 
પ્રાથમિક માહિતી અનુસાર રોડ પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત. અક્સ્માતમાં મૃત્યુ પામેલ લોકો નખત્રાણાના હતા.

Hit And Run: ચોટીલા પગપાળા દર્શને જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 3ના મોત, 4 ઘાયલ

પાટણ: શંખેશ્વર નજીક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાઘનપુરથી ચોટીલા દર્શન માટે પગપાળા જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે.  આ હિટ એન્ડ રનની ઘટનામાં ૩ પદયાત્રાઓના મોત થયા છે. અજાણ્યા વાહનની ટક્કરે પદયાત્રીઓના મોત થતા અરેરાટી મચી ગઈ છે. ૪થી વઘુ પદયાત્રાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્ત પદયાત્રીઓને સારવાર અર્થે ખસેડાયા છે. હિટ એન્ડ રનની ઘટના બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો છે. ફરાર વાહનચાલકની પોલીસે શોઘખોળ શરુ કરી છે.

ભાડૂતી હત્યારાઓ બોલાવી પતિએ કરાવી પત્નીની હત્યા

Banaskantha :  બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિએ ભાડૂતી હત્યારા બોલાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉત્તમપુરા મલાણામાં ત્રણ સંતાનની જનેતાને ટૂંપો આપી હત્યા કરાતા ત્રણ બાળકો માં વિહોણા બની ગયા છે. પતિ અને સાસુએ ભાગીયાઓની મદદથી મહિલાનું ઢીમ ઢાળી દેતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચાર આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. 

પતિ અને સાસુએ મળી કરાવી હત્યા 
પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિ તેમજ સાસુ મળી ભાગીયાઓની મદદથી ત્રણ સંતાનની જનેતાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી અને મહિલાની હત્યાને આત્મહત્યામાં ખુપાવવાનો પ્રયાસ કર્યો હતો. 

આ  મામલે મૃતકના ભાઈએ તેના બનેવી તેમજ મૃતકની સાસુ અને ત્રણ ભાગીયા સહીત પાંચ વ્યક્તિ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે ચાર આરોપીને ઝડપી પાડયા છે.પોલીસે મૃતક મહિલાના પતિ અને તેના હત્યારાના રિમાન્ડ મેળવી અને કયા કારણોસર હત્યા કરાવી છે તેની તપાસ હાથ ધરી છે

ભાગિયાઓની મદદથી ગળે ટુંપો દઈ કરી હત્યા 
પાલનપુર તાલુકાના મલાણા ગામના દેવજીભાઈ નરસુંગભાઈ ચૌધરી ની બહેન ગીતાબેનના લગ્ન ઉત્તમપુરા મલાણાના ગામના માનજીભાઈ ભીખાભાઇ ફોફ સાથે કરેલા હતા. આ પરણીતાને ત્રણ સંતાન હતા, પરતું મનજીભાઈ પોતાની પત્નીને યેનકેન પ્રકારે શારીરિક અને માનસિક ત્રાસ ગુજરાતા હતા.  દરમિયાન ગત તા.22 ઓગષ્ટના રોજ ગીતાબેન ફોફને તેમના પતિ મનજીભાઈ ભીખાભાઇ ફોફ અને સાસુ સંતોકબેન ભીખાભાઇ ફોફ એ તેમના ભાગીયા છોટારામ કાળુજી ડાભી રહે. ઘાઘુ તા.અમીરગઢ, ભીમાભાઈ પૂનાભાઈ પરમાર રહે.દલાપુરા જી.પિંડવાડા અને વિશનારામ પરમાર રહે. હિલવાની મદદથી ગળે ટૂંપો આપી મોત નીપજાવ્યું હતું.

મૃતકના શરીર પર ઇજાના નિશાનથી ભાંડો ફૂટ્યો 
મામલે મૃતક ગીતાબેનના ભાઈ દેવજીભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પોતાની બહેન ને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાની પોતાના બનેવી સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો મૃતકના શરીર પર ઇજાના નિશાનથી હત્યા કરાઈ હોવાનું માલૂમ પડ્યું હતું

ઉત્તમપુરા મલાણાની ગીતાબેનનું ટૂંપો આપવાથી મોત થતા તેના પતિએ બનાવ અંગે તેમના સાસરીપક્ષમાં જાણ કરતા તેમના સાળા દોડી આવ્યા હતા અને મૃતકના ગળા તેમજ શરીરના ભાગે ઇજાના નિશાન જણાઈ આવતા મૃતકની હત્યા કરાઈ હોવાનું  જણાઇ આવતા ફરિયાદ કરાઇ હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget