Vadodara News: વડોદરામા ભેખડ ધસી પડતા બે શ્રમિક દટાયા, એકનું સહી સલામત કરાયું રેસ્ક્યુ
વડોદરામાં બાંધકામની સાઈટ પર અચાનક ભેખડ ધસી પડતાં બે શ્રમિક નીચે દટાઇ જતાં દોડધામ મચી ગઇ હતી. એકનુ સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
Vadodara News: વડોદરામાં બાંધકામની સાઈટ પર અચાનક ભેખડ ધસી પડતાં બે શ્રમિક નીચે દટાઇ જતાં દોડધામ મચી ગઇ હતી. એકનુ સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
વડોદરામાં ચાલુ વરસાદે બાંધકામના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતાં અહીં કામ કરતા બે શ્રમિક દટાયા હતા. ઘટનાની જાણ થતાં તાબડતોબ ફાયરની ટીમને કોલ કરીને બોલાવવાં આવી હતી. વરસાદ વચ્ચે ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. બંને શ્રમિકમાંથી તાનસિંહ નામના શ્રમિકે બહાર કાઢવામાં આવ્યો હતો તો અન્ય રમેશ નામના શ્રમિકનું રેસ્ક્યુ ચાલું છે.
જુનાગઢમાં કિશોર પર સિંહનો હુમલો
જુનાગઢમાંથી વધુ એકવાર જંગલી જાનવરોના હુમલાની ઘટના સામે આવી છે, જુનાગઢમાં એક કિશોર પર સિંહે અચાનક હુમલો કરી દીધો અને આ હુમલામાં કિશોર ઇજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી છે. મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કદવાડી નેસમાં આજે એક 15 વર્ષીય કિશોર પર સિંહે હુમલો કરી દીધો હતો, આ હુમલા બાદ કિશોરને સારવાર અર્થે જુનાગઢની સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, હાલમાં કિશોરની સારવાર ચાલી રહી છે. સિંહના આ હુમલામાં કિશોરની પિતા પણ ઇજાગ્રસ્ત થયા હતો. સિંહે હુમલો કર્યા બાદ જુનાગઢ વિન વિભાગ હરકતમાં આવ્યુ અને તાત્કાલિક આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘરના ફળિયામાં કામ કરતા વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કરતા ઘટના સ્થળે જ મોત
કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ ઘાટવડ ગામના સોનાબેન વાઢેળ જ્યારે પોતાના ફળિયામાં વાસણ સાફ કરતા હતા ત્યારે અચાકન દીપડાએ હુમલો કર્યો હતો. પરિવારજનો પણ પાસે જ બેઠા હોવા છતાં દીપડાએ વૃદ્ધા પર જીવલેણ હુમલો કર્યો હતો. વૃદ્ધ મહિલાને દીપડાએ ગળાના ભાગેથી પકડીને પુરી તાકાતથી ખેંચતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પરિવારજનોએ રાડા-રાડી કરતા દીપડો નાસી છૂટ્યો હતો. તાત્કાલિક 108ને જાણ કરી બોલાવતા 108ના સ્ટાફે વૃદ્ધાને મૃત જાહેર કરતા કોડીનાર સિવિલમાં પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાટવડ ગામના લોકોમાં શોક સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ગામની શેરીમાં આવેલા સિંહની પાછળ લાકડીઓ લઇને દોડ્યા યુવાનો
ફરી એકવાર સિંહની સતામણી થયાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક છોકરાએ સિંહની સતામણી કરીને ભાગી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે, આ વીડિયો ગીર સોમનાથમાંથી સામે આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. માહિતી પ્રમાણે, ગીર સોમનાથના મંડોરના ગામનો વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં કેટલાક યુવાનો સિંહ સાથે કુતરાની જેમ વર્તન કરી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે. ખરેખરમાં આ વીડિયો ગીર સોમનાથના તાલાલાના મંડોર ગામનો છે, અને અહીં કેટલાક યુવાનો સિંહની સતામણી કરતાં હતા, જ્યારે સિંહે ગામમાં મારણ કર્યુ હતુ અને બાદમાં ગામની શેરીને યુવાનો લાકડીઓ લઇને તેની પાછળ દોડ્યા હતા, જોકે, સિંહ યુવાનો પાછળ પડતાં બધા જ યુવાનો લાકડીઓ ફેંકીને જીવ બચાવા દોડીને ભાગ્યા હતા. જોકે, ખાસ વાત છે સિંહ સાથે કુતરા જેવું વર્તન કરનારા આ યુવાનો પર લોકો ગુસ્સે ભરાયા છે. સિંહની સતામણીનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.