શોધખોળ કરો

Accident: બાઈક પર પાવાગઢ મંદિરે દર્શને જતા 3 કોલેજીયન યુવકોના અકસ્માતમાં મોત

હાલોલ વડોદરા રોડ ઉપર અકસ્માત થયો છે જેમાં ત્રણ યુવકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ યુવકો મોટરસાયકલ લઈ વડોદરાથી પાવાગઢ જઈ રહ્યા હતા. આ દરમિયાન હાલોલ નજીક હાઇવે ઉપર ડમ્પરે મોટરસાયકલને ટક્કર મારી હતી.

Accident: હાલોલ વડોદરા રોડ ઉપર અકસ્માત થયો છે જેમાં ત્રણ યુવકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ યુવકો મોટરસાયકલ લઈ વડોદરાથી પાવાગઢ જઈ રહ્યા હતા. આ દરમિયાન હાલોલ નજીક હાઇવે ઉપર ડમ્પરે મોટરસાયકલને ટક્કર મારી હતી. જે બાદ 3 યુવકોના મોત થયા હતા. મૃતક  યુવકોમાં એક દેવાગઢ બારીયા, એક લુણાવાડા અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો. યુવકો વડોદરા નજીક કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ ત્રણેય યુવકો વડોદરા પાસે સુમન દીપ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. પાંચ યુવકો બે મોટરસાયકલ લઈ પાવાગઢ મહાકાળીના દર્શને નીકળ્યા હતા. મોટરસાયકલ ઉપર સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. હાલમાં તમામ મૃતદેહોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. ઘટનાને પગલે અરેરાટી મચી ગઈ છે.

મહિસાગરમાં ભારે વરસાદને પગલે મકાન ધારાશાયી થતા મહિલા અને બાળકીનું મોત
Gujarat Rain Update: હાલમાં મહિસાગર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો બીજી તરફ સંતરામપુરના ખેડાપા ગામે મકાન ધારાશાયી થતા મહિલા અને બાળકીનું મોત થયું છે. જે બાદ સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને મંત્રી કુબેર ડીંડોરએ વિડીયો દ્વારા શોખ વ્યક્ત કર્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી હતી.

ભારે વરસાદને પગલે મહિસાગર જિલ્લામાં કડાણા ડેમમાં 3871 ક્યુસેક પાણીની આવક થઈ છે. કડાણા ડેમના કેચમેંન્ટ વિસ્તારમાં વરસાદને કારણે આવક નોધાઇ છે. ડેમનું લેવલ 380 ફૂટ અને 4 ઇચ છે. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. સંતરામપુર તાલુકામાં 3 ઇચ વરસાદ નોંધાયો છે. કડાણા તાલુકામાં 1 ઇંચ તો બાલાસિનોર તાલુકામાં 16 mm, લુણાવાડા તાલુકામાં 15 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. સંતરામપુર, કડાણા, ગોઠીબ, લુણાવાડા, વરધરી, દીવડા, ડીટવાસ વગેરે ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 228 તાલુકામાં વરસાદ
Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે રાજ્યના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ડેમો ઓવરફ્લો થવાની પણ તૈયારીમાં છે. તો બીજી રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૨૨૮ તાલુકામાં વરસાદ થયો છે.

મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડના મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 21327 કુયુસેક પાણી છોડાયું છે. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. સાવચેતીના ભાગ રુપે વલસાડના કલેકટરે ટ્વીટ કરી લોકોને સચેત ક્યા છે. તેમણે દમણગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચન કર્યું છે. નદી કિનારાના ગામના લોકોને કિનારાથી દુર રહેવા સૂચન કર્યું છે. મધુબન ડેમમાં 28633 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સીઝનમાં પ્રથમ વખત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઈને વલસાડ વહીવટી તંત્ર એલર્ટ થયું છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget