
(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: હાલોલ-વડોદરા રોડ પર પિક અપ વાનનું ટાયર ફાટતા કેનાલમાં ખાબક્યું, 4ના મોત, 2ની હાલત ગંભીર
વડોદરા: હાલોલ-વડોદરા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પીક અપ વાનનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતા પીક અપ વાન પાણી ભરેલ કેનાલમાં ખાબક્યું હતું.

વડોદરા: હાલોલ-વડોદરા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પીક અપ વાનનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતા પીક અપ વાન પાણી ભરેલ કેનાલમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં સામે આવેલી વિગતો અનુસાર 4 લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પિક અપ વાન ડ્રાઈવર વડોદરાથી લાકડા ભરી ઝાલોદ ગયા હતા, વિલંબ ડામોર ડ્રાઈવર ગોત્રી ઈન્દિરાનગર ઝાલોદથી વડોદરા આવતા હતા. જે બાજદ અંદર પેસેન્જર બેસાડ્યા હતા.
ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો
અકસ્માત અંગે વિગતે વાત કરીએ તો, ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. આ અકસ્માક કોટંબી બસ સ્ટોપ પાસે બન્યો હતો. પીક અપ વાનમાં કુલ 12 લોકો સવાર હતા. જેમાંથી 4 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બેની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. મૃતકોમાં એક બાળકી, બે બાળક અને એક યુવકનો સમાવેશ થાય છે.અકસ્માતની જાણ થતા જ ઘાયલોની મદદે આસપાસના લોકો પહોંચ્યા હતા. આઠ લોકોને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.
આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા
તો બીજી તરફ ફાયર બ્રિગેડના જાવાનો અને સ્થાનિક લોકોએ બોલેરો પીકઅપમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. 12 થી 15 લોકો બોલેરો પીક અપ વાનમાં સવાર હોવાની માહિતી સામે આવી છે. જો કે, ઘાયલોની સ્થિતિ ગભીર હોવાથી મોતનો આંક હજુ પણ વધે તેવી શક્યતા છે. 12 લોકો હતા એમાંથી 4 ના મોત થયા છે. આ પિક વાનમાં સવાર લોકો ભાડાની ગાડીમાં દાહોદથી વડોદરા આવતા હતા. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અમે અકસ્માત સ્થળ પહોંચી ગયા છીએ. ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત અમે FSLની પણ મદદ લીધી છે. અમે આ મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત પિક અપ વાનને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કામગીરી શરુ કરી દીધી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

