Vadodara: કરજણ નેશનલ હાઇવે પર બેકાબુ બોલેરોએ સાધ્વીજીનો જીવ લીધો
વડોદરા: કરજણ નેશનલ હાઇવે નં 48 પર દેથાણ ગામ પાસે બોલેરો ગાડીએ એક સાધ્વીજીનો જીવ લીધો છે. દિવ્ય વસંતધામ પાસે એક બોલરો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યોને અકસ્માત સર્જાયો જેમાં સાધ્વીજીએ જીવ ગુમાવ્યો.
વડોદરા: કરજણ નેશનલ હાઇવે નં 48 પર દેથાણ ગામ પાસે બોલેરો ગાડીએ એક સાધ્વીજીનો જીવ લીધો છે. દિવ્ય વસંતધામ પાસે એક બોલરો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યોને અકસ્માત સર્જાયો જેમાં સાધ્વીજીએ જીવ ગુમાવ્યો.
પૂજ્ય ગચ્છાધિપતિ આ.શ્રી રામસૂરીશ્વરજી મહારાજ સાહેબ ડહેલા વાળા સમુદાયના પરમ પૂજ્ય ગચ્છાધિપતિ અભયદેવ સૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી સાધ્વીજી પૂજ્ય આ.શ્રી રત્નચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ ડહેલાવાળાના શિષ્ય રત્ન પૂજય આચાર્ય ભગવંત શ્રી ઉદયરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય સાધ્વીજી શ્રી ગુણદક્ષાશ્રીજી મહારાજ સાહેબની સાથે વિહાર કરતા પૂજ્ય સાધ્વીજી, પર્વાદિરત્ના શ્રીજી મહારાજ સાહેબનું આજે સવારે પાલેજથી કરજણ 5 વિહાર સેવક અને પોલીસની વેન સાથે હતી ત્યારે, દિવ્ય વસંતધામ પાસે એક બોલરો ગાડી દ્વારા એક્સીડેન્ટ થતા પૂજ્ય સાધ્વીજી શ્રી પર્વાદિરત્નાશ્રીજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
મારી પત્ની પાસે દિલ નથી
ગાંધીનગરમાં પિતાએ બે સંતાનો સાથે આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરમાં શ્રમજીવી યુવકે ચાર અને છ વર્ષના બાળકોને સાથે રાખી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં યુવકે તેની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે, પત્ની પાસે દિલ નથી, મને કહેતી હતી કે, તું મરી જાય તો મારે શું...? ગાંધીનગરના પરઢોલ ગામના યુવકે બે સંતાનો સાથે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. યુવકના આત્મહત્યા પાછળ ઘરકંકાસ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
શ્રદ્ધાને 2 વર્ષ પહેલા જ આવી ગયો હતો અંદાજ
શ્રદ્ધાની હત્યા કર્યા પછી લાશના 35 ટુકડા કરી નાખ્યા અને તેને ફેંકી દીધા પછી, આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેની હત્યા સંબંધિત પુરાવાઓ બહાર આવવાની સંભાવના છે. આ સાથે જ શ્રદ્ધાએ મુંબઈ પોલીસમાં આફતાબ વિશે ફરિયાદ કરી હતી, જેનો ખુલાસો થયો છે. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા નવેમ્બર 2020માં મુંબઈમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધાએ આફતાબને કહ્યું હતું કે તેના જીવને ખતરો છે.
આફતાબનો પરિવાર દિલ્હીમાં જ હાજર છે
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આફતાબ પૂનાવાલાના પરિવારજનો દિલ્હીમાં જ છે. તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પરિવાર વિશે જે તથ્યો સામે આવ્યા છે તેના આધારે તેમની ફરી પૂછપરછ થઈ શકે છે. શ્રદ્ધાએ વર્ષ 2020માં મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી કે આફતાબના પરિવારને ખબર હતી કે તે તેની હત્યા કરવા માંગે છે.