ATS Raid: વડોદરાની આ કંપનીમાં રેડ, ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાવાની શક્યતા
વડોદરા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. હવે આ કડીમાં જે વાત સામે આવી છે તે મુજબ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાવાની શક્યતા છે.
વડોદરા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. હવે આ કડીમાં જે વાત સામે આવી છે તે મુજબ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાવાની શક્યતા છે. સાવલી મોક્સી રોડ પર આવેલ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી તપાસ ચાલુ હોવાની વિગતો સામે આવી છે. ખાનગી કંપનીમાં અમદાવાદ એટીએસના દરોડાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ દરોડામાં કરોડોનું એમડી ડ્રગ્સ પકડાયાની માહિતી સામે આવી છે. હાલ પણ દરોડાની કાર્યવાહી યથાવત છે. 15થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
માર્બલના ભૂકાની આડમાં ડ્રગ્સનો વેપલો કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે. ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન નિષ્ણાતની ટીમ પણ સ્થળ પર હાજર છે. ડીએફએસની ટીમ પણ હાજર છે. ભાદરવા પોલિસ પણ તપાસમાં જોડાઈ છે. જો કે આ દરોડામાં ડ્રગ્સનો કેટલો જથ્થો ઝડપાયો તેની માહિતી સામે આવી નથી. જો કે સૂત્રો દ્વારા સામે આવેલી માહિતી અનુસાર ડ્રગ્સની કિંમત કરોડોમાં હોવાની શક્યતા છે.
રાજ્યની જનતા પર મોંઘવારીનો વધુ એક માર
ગાંધીનગરઃ રાજ્યની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો.મળતી જાણકારી અનુસાર, અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. આવતીકાલથી નવો ભાવ વધારો લાગુ થશે. ગુજરાત સહિત દિલ્હી એનસીઆર, મુંબઇ, પશ્વિમ બંગાળમાં આવતીકાલથી ભાવ વધારો લાગુ થશે. 500 મીલી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 31, 500 મીલી અમૂલ તાજાનો નવો ભાવ 25 રૂપિયા અને 500 મીલી અમૂલ શક્તિનો નવો ભાવ 28 રૂપિયા થશે. ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો છે.
જુલાઈમાં ફુગાવો ઘટીને 13.93% રહ્યો
છૂટક ફુગાવો ઘટ્યા બાદ WPI આધારિત ફુગાવાનો દર પણ નીચે આવ્યો છે. જુલાઈ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 13.93 ટકા પર આવી ગયો છે. જ્યારે જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 15.18 ટકા પર આવી ગયો હતો. જ્યારે મે 2022માં જથ્થાબંધ ફુગાવો 15.88 ટકાના સ્તરે હતો. જથ્થાબંધ મોંઘવારી દર પાંચ મહિનામાં સૌથી નીચા સ્તરે છે.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખનિજ તેલના ભાવમાં વધારો, ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો, મોંઘા ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓ, રસાયણો અને રસાયણોના ઉત્પાદનોના કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે. જૂન મહિનો..
ખાદ્યપદાર્થોના ભાવ વધે છે
પાછલા વર્ષની સરખામણીમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો મુખ્યત્વે મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓને કારણે થયો છે. જો કે જુન માસની સરખામણીએ જુલાઇ માસમાં ખાદ્યપદાર્થોના ફુગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે.જુલાઇમાં ખાદ્ય ફુગાવાનો દર 9.41 ટકા રહ્યો છે જ્યારે જુનમાં ખાદ્ય ફુગાવાનો દર વધીને 12.41 ટકા થયો છે. જુલાઈ મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર ઘટીને 18.25 ટકા પર આવી ગયો છે, જ્યારે જૂનમાં તે 56.75 ટકા હતો. જુલાઈ મહિનામાં બટાટા અને ફળોના ભાવમાં વધારો થયો છે. ડાંગર, ઘઉં અને કઠોળના ભાવમાં પણ વધારો થયો છે.