Vadodara: મધ્યપ્રદેશથી મજૂરીકામ માટે ગુજરાત આવેલા પરિવારનો 8 વર્ષનો બાળક તળાવમાં ડૂબ્યો, ફાયર ફાઈટર ઘટના સ્થળે
વડોદરા: ડભોઇ તાલુકાના નડા ગામે 8 વર્ષનો બાળક તળાવમાં ડૂબ્યો છે. 3 બાળકો રમતા રમતા તળાવ કિનારે પહોંચ્યા હતા. તળાવ નજીક રમતા હોય પગ લપસી જતા બાળક ડૂબી ગયો હતો. સ્થાનિક ગ્રામજનો દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી.
વડોદરા: ડભોઇ તાલુકાના નડા ગામે 8 વર્ષનો બાળક તળાવમાં ડૂબ્યો છે. 3 બાળકો રમતા રમતા તળાવ કિનારે પહોંચ્યા હતા. તળાવ નજીક રમતા હોય પગ લપસી જતા બાળક ડૂબી ગયો હતો. સ્થાનિક ગ્રામજનો દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી. ત્યાર બાદ ડભોઇ અને વડોદરા ફાયર ફાયટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળક નડા ગામે મજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશ અલીરાજપુરના પરિવારનું હોવાની માહિતી સામે આવી છે. બાળકનું નામ રવિ કેરુભાઈ બાગડીયા છે. ફાયર ટીમ દ્વારા તળાવમાં શોધ ખોળ કરવામાં આવી છે.
ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું
ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. અમદાવાદમાં જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. આજે રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલા, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. અમદાવાદમાં આજે એક જ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આવતીકાલથી બે દિવસ યલો એલર્ટ અપાયું છે. ગરમીનો પારો રાજ્યમાં સતત વધી રહ્યો છે.
બીજી તરફ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. રાજ્યમાં 44 ડિગ્રી તાપમાન રહી શકે છે. ગત રોજ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 44.7 તાપમાન નોંધાયું હતું. ગત રોજ કંડલા અને દિવમાં હિટવેવ જોવા મળી હતી. અમદાવાદમાં આજે એક દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાદમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.
રાજયમાં હિટવેવની આગાહી
હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઇ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હિટવેવની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક રાજ્યમાં હજુ પણ કાળઝાળ ગરમીની સ્થિતિ યથાવત રહેશે,.જો કે 24 કલાક બાદ 2થી4 ડિગ્રી તાપમાનમાં ધટાડો થઇ શકે છે. બેથી ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડતા ગરમીથી આંશિક રાહત અનુભવાશે.