![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વડતાલ મંદિરના સાધુઓની લંપટગીરીથી હરિભક્તોમાં રોષ, સાધુઓએ સંપ્રદાયને બદનામ કર્યોઃ હરિભક્તો
મંદિરની ઓફિસ બહાર હરિભક્તો વિરોધ કરી રહ્યા છે. લંપટ સાધુઓને ભગાવો તેવા હરિભક્તોએ નારા લગાવ્યા છે.
![વડતાલ મંદિરના સાધુઓની લંપટગીરીથી હરિભક્તોમાં રોષ, સાધુઓએ સંપ્રદાયને બદનામ કર્યોઃ હરિભક્તો anger among devotees vadtal swaminarayan temple dispute વડતાલ મંદિરના સાધુઓની લંપટગીરીથી હરિભક્તોમાં રોષ, સાધુઓએ સંપ્રદાયને બદનામ કર્યોઃ હરિભક્તો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/a056e3d884fe91478119edd5000c8a95171825755560375_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vadtal Swaminarayan Temple Dispute: વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં આવતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં હરિભક્તો મંદિરમાં પહોંચ્યા છે. મુંબઈ અને સમગ્ર ગુજરાતમાંથી હરિભક્તો વડતાલ પહોંચ્યા છે. જ્યાં બેનર સાથે વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે આવા સ્વામીઓને દૂર કરવામા આવે. ગુજરાતની સાથે મુંબઈથી પણ ભક્તો મંદિરમાં પહોંચ્યા છે. લંપટ સાધુઓને દુર કરવાની હરિભક્તો માગ કરી રહ્યા છે. લંપટ સાધુઓના અશોભનીય કૃત્યથી હરિભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે.
મંદિરની ઓફિસ બહાર હરિભક્તો વિરોધ કરી રહ્યા છે. લંપટ સાધુઓને ભગાવો તેવા હરિભક્તોએ નારા લગાવ્યા છે. સુરત, ભરૂચ,અમરેલી, ભાવનગરથી હરિભક્તો વડતાલ પહોંચ્યા છે. સાધુઓની લંપટગીરીથી હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. મંદિરના સાધુઓ પર નાણાની હેરાફેરી કરવાનો આરોપ હરિભક્તો લગાવી રહ્યા છે. હરિભક્તોનું કહેવું છે કે, સાધુઓએ સંપ્રદાયને બદનામ કર્યો છે. મંદિરમાંથી સાધુઓ ફરાર થયાનો હરિભક્તો આરોપ લગાવી રહ્યાં છે. આ મામલે વડતાલ મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
નોંધનીય છે કે, વડોદરાના વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબામાં આવેલા વાડી સ્વામીનારાયણ મંદિરના ભૂતપૂર્વ કોઠારી, સ્વામી જગત પાવન પર 2016માં સગીરા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. તાજેતરમાં વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જગત પાવન ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે. પોલીસે વડતાલ મંદિરમાં તપાસ શરૂ કરી છે અને જ્યાં જગત પાવન રહેતા હતા તે રૂમનું સઘન નિરીક્ષણ કર્યું છે.
વડોદરાનાં વાડી સ્થિત વડતાલ સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જેપી સ્વામીએ મંદિરે દર્શન માટે આવતા એક પરિવારની સગીર દિકરી સાથે પરિચય વધાર્યો હતો. વર્ષ 2016માં, તેમણે દિકરીને મંદિરના નીચેના રૂમમાં ગિફ્ટ આપવાના બહાને બોલાવી, તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં, સગીરા પાસે ગંદી ઓનલાઇન માંગણીઓ કરવામાં આવી હતી. તાજેતરમાં, આ સગીરાએ હિંમત એકત્ર કરીને વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ, વાડી પોલીસ મથકે જગત પાવનદાસ સ્વામી સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.
ત્યારે પછીથી, દુષ્કર્મના આરોપી જગત પાવન સ્વામી ફરાર છે. એસીપી દ્વારા આ મામલે વિવિધ ટીમો બનાવીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલમાં વાડી પોલીસની ટીમ વડતાલ પહોંચીને, જગત પાવન સ્વામી રહેતા સંત નિવાસમાં તપાસ કરી છેનોંધનીય છે કે, જગત પાવન સ્વામી (જે.પી. સ્વામી) સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાયા બાદથી તેઓ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસની ટીમો સતત કામગીરી કરી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)