Vadodara: વડોદરામાં બોલ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, આ પુસ્તક વાંચીને નાનો બાળક પણ બની જશે સનાતની, માત્ર 72 કલાકમાં લખ્યું છે
વડોદરા: વાઘોડિયા રોડ પર આવેલા શ્રી મહેંદીપુર બાલાજી ધામ મંદિરની પ્રતિષ્ઠામાં બાગેશ્વર ધામ સ્થિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાજર રહ્યા હતા. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધા બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હજારો શ્રદ્ધાળુઓને ધાર્મિક પ્રવચન આપ્યું હતું.
વડોદરા: વાઘોડિયા રોડ પર આવેલા શ્રી મહેંદીપુર બાલાજી ધામ મંદિરની પ્રતિષ્ઠામાં બાગેશ્વર ધામ સ્થિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાજર રહ્યા હતા. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધા બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હજારો શ્રદ્ધાળુઓને ધાર્મિક પ્રવચન આપ્યું હતું.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વાઘોડિયા રોડના શ્રી મહેંદીપુર બાલાજી ધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા પહોંચ્યા હતા જ્યાં હજારો શ્રદ્ધાળુઓએ તેમનું સ્વાગત કર્યું હતું, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હજારો શ્રદ્ધાળુઓને સંબોધ્યા હતા. જીવનમાં ધર્મના મહત્વ વિશે તેમણે વાત કરી હતી.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, વડોદરા બાલાજી તીર્થ રૂપમાં ફેરવાયું છે. કલાને લોકો સુધી પહોંચાડનાર કીર્તિદાન ગઢવીને તેમણે આવકાર્યા હતા. કીર્તિદાન પર સરસ્વતીની કૃપા ગણાવી હતી. જેઓ રાજસ્થાનના મહેંદીપુર બાલાજીની યાત્રા નથી કરી શકતા તેવા ભક્તો માટે વડોદરામાં જ બાલાજી ધામ દર્શનની વ્યવસ્થા થઈ ગઈ છે. કીર્તિદાન ગઢવી મારા સૌથી જુના પાગલ છે. 6 વર્ષ અગાઉ કેદારનાથમાં અમારા બંનેની ઓળખાણ થઈ હતી. હવે ગુજરાતમાં અમે મળતા રહીએ છે.
બાબાએ વધુમાં કહ્યું કે, પત્રકારોને એમ હતું કે હું કશું બોલીશ. પણ 5 દિવસથી હું એકાંતવાસમાં છું. મને દુનિયામાં શું ચાલે છે એ જ ખબર નથી. પહેલા મને જાણી લેવા દો પછી હું બોલીશ. હું 5 દિવસ દક્ષિણ ભારતમાં અજ્ઞાતવાસમાં રહ્યો હતો. 5 દિવસમાં 72 કલાકમાં મે પુસ્તક લખ્યું છે. બાલાજીની કૃપાથી આ પુસ્તક લખાયું છે. આ પુસ્તક વાંચીને નાનો બાળક પણ સનાતની બની જશે. હનુમાનજીને રામ નામનો ડંકો વગાડવામાં જરા પણ શંકા ન હતી. ભારતવાસીઓને હનુમાનજીનું નામ લેવામાં શંકા કેમ આવે છે? લોકો તિલક લગાવતા કે ઘરે ભગવો ઝંડો લગાવતા ડરે છે.
કોણ ચાઉ કરી ગયું શ્રી જગન્નાથજી મંદિરની કરોડોની જમીન?
શ્રી જગન્નાથજી મંદિરની કરોડોની ગૌચરની જમીન કૌભાંડ કરીને વેચી દેવાનો વિવાદ સામે આવ્યો છે. કરોડોની ગૌચરની જમીનને કૌભાંડ કરીને વેચી દેવા વાળાઓ સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે. સમાજના હિત માટે જગ્યા મંદિરને પરત મળે એવી પણ માંગણી વીએચપી દ્વારા કરવામાં આવી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ છે. હવે આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
આ વિવાદ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અને અરજીકર્તા ધર્મેન્દ્ર ભાવાણીએ કહ્યું કે, જગન્નાથ મંદિરની ગૌચરની જે ભાડા માટે આપવામાં આવી હતી તે જમીન અવૈધ રૂપથી વેચવામાં આવી છે. આ જમીન સહિત કુલ 12 સર્વે નંબર અવૈધ રૂપથી વેચવામાં આવ્યા છે. 2 લાખ 97 હજાર ચો. મી. જમીન સનાતન ધર્મના દુશ્મનોને વેચવામાં આવી છે. વિશ્વ હિન્દૂ પરિષદે અગાઉ ચેરીટી કમિશ્નરને રજૂઆત કરી હતી. ચેરીટી કમિશ્નરે અમારી ફેવરમાં જજમેન્ટ આપ્યું હતું.
2 લાખ 97 હજાર ચો. મી. જમીન હિન્દૂઓની ભુમી છે, મંદિરની ભુમી છે. વિશ્વ હિન્દુ પરિષદની આ લડાઈ મંદિરના વિરૂદ્ધમાં નથી કોઈ વ્યક્તિ વિશેષના વિરૂદ્ધમાં નથી પરંતુ સનાતનના દુશ્મનોને આ જમીન વેચી દેવામાં આવી છે જેથી આ લડાઈ જરૂરી છે. વિશ્વ હિન્દુ પરિષદ એક ઈંચ જમીન પણ સનાતનના દુશ્મનના વિરૂદ્ધમાં નહીં જવા દે. આ ભુમિ મંદિરને પાછી મળે અને ગાય માતાને પાછી મળે તેવી અમારી માંગણી છે.
તેમણે આગળ કહ્યું કે, ગૌહત્યા કરતા પણ મોટુ પાપ ઘાસ ખાઈ જવાનું છે. ન્યાયતંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ છે જ્યાં સુધી જમીન પરત નહીં મળે ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ સંવેધાનિક લડાઈ ચાલું રાખશે. સર્વે નંબર 138 , 239 કોર્પોરેશનએ 1992માં ભાડા કરાર પેટે આપી હતી પરંતુ આ જમીન ઉસ્માન ઘાંચી નામના બિલ્ડરને આપી દેવાઈ. જગન્નાથ મંદિરના કહેવાતા વહીવટદારોએ આ જમીન કૌભાંડ કર્યું છે. બાકીના સર્વે નંબરની જમીન મુકેશ ઝાલાવડીયા નામના બિલ્ડરને આપી દેવાઈ. તમામ જમીન જ્યાં સુધી ચાંદ સુરજ રહેશે ત્યાં સુધીના કરાર કરી અવૈધ રૂપથી વેચી દેવાઈ.