શોધખોળ કરો
Advertisement
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપી રાજીનામાની ચીમકી, જાણો કેમ
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના વિસ્તારના કામ ન થતાં હોવાથી રાજીનામાંની ચીમકી ઉચ્ચારી હતી. વાઘોડિયાના મત વિસ્તારમાં મંદિર બનાવવા મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલી વિભાગ પાસે મંજૂરી માગી હતી.
વડોદરા: ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે રાજીનામું આપી દેતાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. સાવલીના ધારાસભ્ય ઈનામદારે રાજીનામું આપતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો જોકે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે મીટિંગ કર્યાં બાદ ઈમાનદાર રાજીનામું પરત ખેંચશે તેવું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના બાદ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ રાજીનામાંની ચીમકી આપી છે.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના વિસ્તારના કામ ન થતાં હોવાથી રાજીનામાંની ચીમકી ઉચ્ચારી હતી. વાઘોડિયાના મત વિસ્તારમાં મંદિર બનાવવા મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલી વિભાગ પાસે મંજૂરી માગી હતી.
વાડી મહાદેવ તળાવમાં મૂર્તિ બનાવવાની મંજૂરી ન મળતાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા હતાં. મધુ શ્રીવાસ્તવ મહાદેવ તળાવમાં 31 ફૂટની હનુમાનજીની મૂર્તિ બનાવી રહ્યાં છે. મહત્વની વાત છે કે, વડોદરા પાલિકા અને કલેક્ટરે મૂર્તિ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે પરંતુ મહેસુલ મંત્રી કૌશિક પટેલે મંજૂરી નથી આપી રહ્યાં જેને લઈને મધુ શ્રીવાસ્તવે રાજકારમાંથી સન્યાંસ લેવાની વાત કરી હતી.
વધુમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જો મૂર્તિની મંજૂરી નહીં મળે તો હું રાજકારણમાંથી સન્યાંસ લઈ લઈશ. આ સમગ્ર ઘટનાને લઈને રાજકારમાં ખળભળાટ મચી ગયો ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement