Vadodra: એક્ટિવા ચાલક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી બે ગઠિયા ફરાર
વડોદરામાં એક્ટિવા ચાલક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી બે ગઠિયા બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. આ લૂંટારાઓનો મહિલાએ પીછો કર્યો હતો.
વડોદરા: વડોદરામાં એક્ટિવા ચાલક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી બે ગઠિયા બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. આ લૂંટારાઓનો મહિલાએ પીછો કર્યો હતો. મહિલાના ગળામાંથી ચેઈન લૂંટી લૂંટારા ભાગમાં સફળ થયા છે. મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બન્ને લૂંટારા શખ્સની શોધખોળ શરુ કરી છે.
વડોદરા શહેરમાં દિવસે બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવ અંગે મહિલાએ જણાવ્યું કે હું અક્ષર ચોક વિસ્તારમાં આવેલી કૈલાસ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહું છું. રવિવારે સાંજે મારા પતિ અને હું મારા ઘરેથી એક્ટિવા લઇને મારા ફુઆ મરણ પામેલ હોવાથી મુજમહુડા ગયાં હતાં. એ બાદ ત્યાંથી સાંજે પાંચ વાગે હું એકલી મારું એક્ટિવા લઇ સન ફાર્મા રોડ થઇ હીરાનગર સોસાયટીના કટથી પરત મારા ઘરે કૈલાસપાર્ક સોસાયટીમાં જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી બાઈક પર આવેલા બે લૂંટારુઓએ મારા ગળામાં આંચકો મારી ચેઈનની લૂંટ ચલાવી હતી. મે તેનો પીછો કર્યો હતો તેમ છતા લૂંટારાઓ ભાગવામાં સફળ થયા હતા.
Gujarat: યુવતીએ નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની કરી નાખી હત્યા અને પછી....
જેતપુરપાવી તાલુકામાં ગત સપ્તાહમાં તેજગઢ પાસે રાયપુર કેનાલમાંથી મળેલા મૃતદેહને લઈ હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને લઈને ચોંકવાનારો ખુલાસો થતાં પોલીસે પ્રેમીકા અને નવા પ્રેમીની ધરપકડ કરી છે.
પોલીસ મુજબ મોટી દુમાલીના 27 વર્ષીય યુવાન નિલેશભાઈ ઈસાકભાઈનોનો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. નિલેશનો મૃતદેહ હોવાની જાણ થતાં મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તારીખ 26 એપ્રિલ 2023ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અકસ્માતે મોત થયું હોવાની નોંધ કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં અઠવાડિયા પહેલા તેજગઢ પાસે આવેલી રાયપુર કેનાલ પાસેથી એક મૃતદેહ મળ્યો હતો. જેમાં યુવકની હત્યા કરીને લાશને પાણીમાં ફેંકી દેવાઈ હોવાના પ્રાથમિક અંદાજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે સમગ્ર હત્યામાં આરોપી બીજુ કોઈ નહીં પરંતુ યુવકની પ્રેમિકા જ હોવાનું સામે આવ્યું છે.
યુવતીએ પોતાના નવા પ્રેમી સાથે મળીને યુવકની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી. પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડ્યા છે. તો એક બાળકના પિતા અને પરિવારનું ગુજરાન ચલાવનાર નિલેશ રાઠવાની હત્યાથી મોટી દુમાલી ગામે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિજનો આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે.