Vadoda: MS યુનિવર્સિટીમાં 500 થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ ન મળતા વિવાદ થયો
500 થી વઘુ વિદ્યાર્થીઓએ માઈગ્રેસન સર્ટિફિકેટ ફેકલ્ટી ઓફિસ ખાતે જમા નહીં કરાવતા તેમના પરીક્ષા માટેના બેઠક નંબર જનરેટ થયા ન હતા.
![Vadoda: MS યુનિવર્સિટીમાં 500 થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ ન મળતા વિવાદ થયો controversy in MS University where more than 500 students were not allowed to enter the exam hall Vadoda: MS યુનિવર્સિટીમાં 500 થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ ન મળતા વિવાદ થયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/02/b7027c1dfbb42a57a7496f253dbae8021677748186213349_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરા: વડોદરાની MS યુનિવર્સિટીમાં લેવાઈ રહેલી ઇન્ટરનલ પરીક્ષા વિવાદનું કારણ બની છે. એફ.વાય બીએની આજથી ઇન્ટરનલ પરીક્ષા શરૂ થઈ હતી. જેમાં કોરનું પેપર આપવા 1500 થી વધુ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા પરંતુ 500 થી વઘુ વિદ્યાર્થીઓએ માઈગ્રેસન સર્ટિફિકેટ ફેકલ્ટી ઓફિસ ખાતે જમા નહીં કરાવતા તેમના પરીક્ષા માટેના બેઠક નંબર જનરેટ થયા ન હતા. જેના કારણે તેઓ પરીક્ષા આપી શક્યા ન હતા જે બાદ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આર્ટ્સ ફેકલ્ટીની ઓફિસ ખાતે માઈગ્રેસન સર્ટિફિકેટ જમા કરાવવા પહોંચ્યા હતા જેમની એડિશનલ એક્ઝામ 27 માર્ચ ના રોજ લેવાશે.
જે વિદ્યાર્થીઓ આજે તમામ માઈગ્રેસન સર્ટી જમા કરાવશે તે આવતીકાલથી પરીક્ષા આપી શકશે. જો કે ફેકલ્ટી ડીને કહ્યું કે 4 માર્ચ સુધી વિદ્યાર્થીઓએ માઈગ્રેસન સર્ટી જમા કરાવવાના હતા પણ તેમની ભૂલને કારણે તેમને નુકશાન ભોગવવું પડ્યું છે. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમે અનેકવાર ફેકલ્ટી ઓફિસ ખાતે માઈગ્રેસન સર્ટી જમા કરાવવા પહોંચ્યા હતા પણ ઓફિસ સ્ટાફે અમારા ડોક્યુમેન્ટ્સ લીધા ન હતા, આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે સત્ય એ છે કે માઈગ્રેસન સર્ટિફિકેટ વગર આ પહેલા આજ વિદ્યાર્થીઓ ઇન્ટરનલ પરીક્ષા આપી ચુક્યા છે તો આ વખતે કેમ વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાયા. યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીને કારણે અનેક વિદ્યાર્થીઓ આજે પરીક્ષાથી વંચિત રહ્યા હતા.
Gujarat Weather: હવામાન વિભાગે 5 દિવસ કમોસમી વરસાદની કરી આગાહી, ખેડૂતોને કરી આ અપીલ
હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં પાંચ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી છે. 15, 16 અને 17 માર્ચે વરસાદની આગાહી છે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 13 અને 14 માર્ચે વરસાદ રહેશે. 15 માર્ચથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રહેશે, 16 માર્ચે કેટલાક સ્થળે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે, 17 માર્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદમાં આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 15 થી 17 વરસાદ રહેશે. ખેડૂતોને પાક થઈ ગયો હોય લઈ લેવા વિનંતી છે. સૌથી વધુ સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન છે. બે દિવસ કોઈ ફેરફાર નહીં થાય.
માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન ડબલ સીઝન પણ અનુભવાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં માવઠાની આગાહી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છનો સમાવેશ થાય છે.આગામી પાંચ દિવસ દરમિયાન માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. આમ, કેટલાક સ્થળોએ ફરી ડબલ સીઝન અનુભવાય તેવી સંભાવના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)