શોધખોળ કરો
Advertisement
વડોદરામાં નવા 18 કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ, કયા હોટસ્પોટ વિસ્તારના છે આ કેસ? જાણો લેટેસ્ટ આંકડો
સમગ્ર ગુજરાતમાં કોરાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પ્રેસ કોન્ફરસમાં નવા આંકડા આપતાં જણાવ્યું
સમગ્ર ગુજરાતમાં કોરાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પ્રેસ કોન્ફરસમાં નવા આંકડા આપતાં જણાવતાં કહ્યું હતું કે, ગઈ કાલ સાંજથી સવાર સુધીમાં વડોદરામાં નવા 18 કેસ નોંધાયા છે. વડોદરાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 77 પર પહોંચ્યો છે જ્યારે બે લોકોનાં મોત નિપજ્યાં છે. મહત્વની વાત એ છે કે, ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં મળેલા નવા 18 કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી મળી આવ્યાં છે. નાગરવાડા, તાંદલજા અને સૈયદપુરાના આ ત્રણેય વિસ્તાર હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે.
આરોગ્ય વિભાગ પાસે ગુરુવારે કોરોનાના 250 રિપોર્ટ પેન્ડિંગ હતા તે પૈકીના રિપોર્ટમાંથી શુક્રવારે સવારે 8 અને સાંજે બીજા 12 એમ કુલ કોરોનાના 20 રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે જ વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 59 પર પહોંચી ગયો છે. એટલું જ નહીં આ પૈકીના 81 ટકા કેસો તંત્ર દ્વારા કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર કરાયેલા નાગરવાડા વિસ્તારના છે. શુક્રવારે સવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં 19 નાગરવાડા વિસ્તારના અને એક આજવા રોડ વિસ્તારની બહાર કોલોનીનો હતો. હવે કુલ 59 કેસોમાંથી 47 કેસો નાગરવાડાના થયા છે.
કોરોના વાઈરસના ડરના કારણે પાણીગેટ બહાર મંદિર નજીક અવર-જવર માટે રસ્તો બંધ કરી દેવાના મુદ્દે ઘર્ષણ થયું હતું. સામસામે પથ્થરમારો થતાં ભારે દોડધામ મચી હતી. પોલીસે આ બનાવમાં 11 શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે બંદોબસ્ત જાળવી રાખ્યો છે અને અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion