શોધખોળ કરો
Advertisement
વડોદરાવાસીઓ સાવધાન, પુરના પાણીની સાથે સોસાયટીઓમાં ઘૂસ્યા મગર, જુઓ વીડિયો
વીડિયો વાયરલ થયો છે જેમાં મગર સોસાયટીમાં ઘૂસેલો દેખાય છે, અહીં તે એક કુતરા પર હુમલો કરે છે, જોકે કુતરુ બચીને ભાગી જાય છે
વડોદરાઃ શહેરમા ભારે વરસાદના કારણે પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે, નદીઓના પાણી શહેરમાં ઘૂસી ગયા છે, ત્યારે નદીના મગરોએ પણ સોસાયટીઓમાં દેખા દીધી છે. પુરના પાણીની સાથે સાથે શહેરમાં આવેલી વિશ્વામિત્રી નદીમાંના મગરો લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે. તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં મગર રહેણાંક વિસ્તાર સુધી આવેલો દેખાઇ રહ્યો છે. મગરો દેખાતા હવે વડોદારાવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે.
વીડિયો વાયરલ થયો છે જેમાં મગર સોસાયટીમાં ઘૂસેલો દેખાય છે, અહીં તે એક કુતરા પર હુમલો કરે છે, જોકે કુતરુ બચીને ભાગી જાય છે.
વીડિયોમાં બે વ્યક્તિઓ પણ દેખાઇ રહ્યાં છે, જે મગરને પકડવા હાથમાં દોરડા લઇને ઉભા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પુરના પાણીમાં મગર હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
નોંધનીય છે કે, બુધવારે વડોદરા શહેરમાં ભારે વરસાદ ખાબક્યો, 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement