શોધખોળ કરો

Dahod: 19 વર્ષીય યુવતી હત્યા, પિતાએ કોના પર લગાવ્યો હત્યાનો આરોપ?

ભાણપુર જંગલમાંથી જિન્સ ટીશર્ટ પહેરેલી 19 વર્ષીય યુવતીની છાતી સહિત ચહેરાના ભાગે સળગાવી દીધેલી લાશ મળી આવી હતી. યુવતી દાહોદ શહેરની રહેવાસી અને તેના પિતા કોર્ટમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યુ છે.

દાહોદઃ સંજેલીના ભાણપુર જંગલમાંથી યુવતીની સળગાવીને હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગોય હતો. હવે આ અંગે સંજેલી પોલીસ સ્ટેશને યુવતીના પિતાએ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પિતાએ શંકાના આધારે વાંદરિયા ગામના મેહુલ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતી બે દિવસ અગાઉ ટ્યુશન જવા માટે કહી ઘરેથી નીકળી હતી. જોકે,  હાલ હત્યાનું કારણ અકબંધ છે. યુવતીના ચહેરા સહિતના શરીરના ભાગે સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી હતી.

સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર પર યુવતીની લાશને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે યુવતીના પિતાની ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભાણપુર જંગલમાંથી જિન્સ ટીશર્ટ પહેરેલી 19 વર્ષીય યુવતીની છાતી સહિત ચહેરાના ભાગે સળગાવી દીધેલી લાશ મળી આવી હતી. 

યુવતી દાહોદ શહેરની રહેવાસી અને તેના પિતા કોર્ટમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યુ છે. યુવતીની હત્યા પછી લાશને સગેવગે કરવા અને પુરાવાનો નાશ કરવા કાવતરું ઘડીને લાશ સળગાવી દીધી હોવાની પોલીસને શંકા છે. ભાણપુર જંગલમાં યુવતીની લાશ પડી હોવાનું વન વિભાગે જાણ કરતા જ ઘટના સ્થળે પહોચી અને યુવતીની સળગાવેલી લાશ મળી આવી હતી. ઓળખ છુપાવવા માટે યુવતીની લાશ સળગાવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. 

સુરત: ખટોદરા વેસુ વિસ્તારમાં કોલેજીયન યુવતીના શંકાસ્પદ મોતના મામલે  મૃતક યુવતીના પિતા સુશાંત શાહુએ CBI અથવા ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા માંગ કરી છે. પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 24 કલાક થઈ ગયા હજી યુવક પકડાયો નથી, જ્યાં સુધી યુવકની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ વિધિ માટે મૃતદેહ નહિં સ્વીકારીએ તેવું પિતાએ જણાવ્યું. પરિવારજનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગુહાર લગાવી છે. વિધર્મીની ધરપકડ કરાવી ન્યાય અપાવવા માંગ કરી છે. પિતા સુશાંત શાહુએ ગૃહમંત્રીને અપીલ કરી વિધર્મીની ધરપકડ કરો.

નોંધનીય છે કે, કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતાં સિવિલ લવાયાં હતાં. અહીં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જોકે, સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી નાસી ગયો હતો. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની છે. ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. 

આ ઘટના સોમવારની મોડી સાંજની હતી.108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થી-વિદ્યાર્થિને સારવાર માટે લવાયા હતા. તપાસ કરતાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતી બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતાં પરિવાર ચિંતિત હતો. ફોન કરતાં મધુસ્મિતાનો ફોન બંધ આવતાં પરિવાર શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સોમવારે રાત્રે 12:30 વાગે NGO અને પોલીસે યુવતીનું મોત થયું હોવાનું પરિવારને જાણ કરી હતી. તેમજ યુવતીની કોલેજ બેગ અને મોપેડ આપી હતી. 

પરિવારનો આક્ષેપ છે કે, કોલેજમાં સાથે અભ્યાસ કરતો મદની નામનો વિધર્મી વિદ્યાર્થી બીએના છેલ્લા વર્ષમાં યુવતીને મેસેજ કરી હેરાન પણ કરતો હતો. બીજી તરફ કોફી શોપના સંચાલકે જણાવ્યું હતું કે, બે કલાકથી એકની એક જગ્યા પર બેસેલા જોઈ શંકા જતાં તપાસ કરતાં બંને બેભાન હતા. તાત્કાલિક 108ને બોલાવી સિવિલ મોકલ્યા હતા. ઓડિશા પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Embed widget