વૈષ્ણવચાર્ય વ્રજેશ કુમાર મહારાજનું નિધન, આજે સવારે 11.45એ લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
વડોદરાના વૈષ્ણવચાર્ય વ્રજેશ કુમાર મહારાજનું નિધન થયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતા. સવારે 11.45એ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
વડોદરાના વૈષ્ણવચાર્ય વ્રજેશ કુમાર મહારાજનું નિધન થયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતા. સવારે 11.45એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ડોક્ટરે જણાવ્યાં મુજબ તેઓ 13 ફેબ્રુઆરીએ હોસ્પિટલમા દાખલ થયા હતા. આ સમયે તેમને આખા શરીરમાં ઇન્ફેકશન હતું તેમજ કિડની પણ તકલીફ હતી. નિધનનું કારણ મલ્ટીઓર્ગન ફેલ્યોર જણાવવમાં આવી રહ્યું છે.
વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારની નાદુરસ્ત તબિયતને કારણે વૈષ્ણવોને શ્રી યમુનાષ્ટક પાઠ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. વ્રજેશ કુમારને ચાર વેદ, સંસ્કૃત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગના વિદ્વાન હતા. તેમણે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેમના નિધનના સમાચારથી વૈષ્ણવ સંપ્રદાયમાં ઊંડા શોકની લાગણી છવાઇ ગઇ છે.
Accident: સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત,દુર્ઘટનામાં 4નાં મોત
Surat News:સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. અહીં ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર ગઇ કાલ રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં અંત્રોલી પાસે પિકઅપનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટાયર ફાટતાંની સાથે પિક અપ વાન ડિવાઇડર કુદાવીને બે બાઇકર્સને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. તો અન્ય એક ઇજાગ્રસ્ત છે. જેને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટનાના પગલે કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણોની તપાસ કરીને વિગત એકત્ર કરી હતી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તો બીજી એક અકસ્માતની ઘટનામાં ફ સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકો પણ મોતના ભેટ્યા છે. અહીં વાહન ડિવાઈડર સાથે અથડતા અકસ્માત સર્જાયો હતો. બે યુવકો સુરતથી નવસારી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો તો બીજા યુવકનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. મૃતકનું નામ સાદિક અનીસ અહમેદ હતું જેની ઉંમર 22 હતી. અને બીજા મૃતકનું નામ હાસીમ રહીશ શેખ હતું જેની 19 વર્ષ હતી. બંને મૃતક મિત્રો હતા અને લીંબાયત વિસ્તારમાં આવેલ પદ્માવતી સોસાયટીમાં રહેતા હતા.