Godhara : યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શરીર સંબંધ, પત્નિ પ્રેમીને મળવા ગઈ હોવાની પતિને પડી ખબર ને એ પણ પાછળ પહોંચ્યો....
ધોળાકુવાના રાજેશ માવીના સુરેખા સાથે લગ્ન થયા હતા. તેમજ આ લગ્નથી તેમને બે સંતાનો પણ છે. દોઢ વર્ષ પહેલા સુરેખા પાલનપુર ફળિયામાં રહેતા પીન્ટુ બારીયાના પ્રેમમાં પડી હતી. આ પ્રેમસંબંધ આગળ વધતા બંને આઠ મહિના પહેલા ઘરેથી ભાગી પણ ગઈ હતી.
ગોધરાઃ ગોધરાના ધોળાકુવા ગામના યુવાનની આડાસંબંધને લઈને હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતક યુવાનની પત્ની અને તેના પ્રેમીએ મળી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે યુવાનના મૃતદેહને રિક્ષામાં લાવી રિક્ષાને પલ્ટી ખવડાવી હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો હતો. યુવાનના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલીને પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ધોળાકુવાના રાજેશ માવીના સુરેખા સાથે લગ્ન થયા હતા. તેમજ આ લગ્નથી તેમને બે સંતાનો પણ છે. દોઢ વર્ષ પહેલા સુરેખા પાલનપુર ફળિયામાં રહેતા પીન્ટુ બારીયાના પ્રેમમાં પડી હતી. આ પ્રેમસંબંધ આગળ વધતા બંને આઠ મહિના પહેલા ઘરેથી ભાગી પણ ગઈ હતી. જોકે, સમાજના આગેવાનોએ સમાધાન કરાવી સુરેખાને પરત લઈ આવ્યા હતા અને ફરી તે રાજેશ સાથે રહેવા લાગી હતી.
જોકે, સુરેખા અને પીન્ટુ હજુ પણ એકબીજાના પ્રેમસંબંધમાં ગળાડૂબ હતા. દરમિયાન રાજેશને માહિતી મળી હતી કે, પત્ની પ્રેમીને મળવા માટે પથ્થરની ફેક્ટરી પાસે ગઈ છે. જ્યાં પહોંચેલા રાશેને પીન્ટુએ ગળે છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પછી રીક્ષા પલટતા મોત થયું હોવાનું તરકટ રચ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું અને તે દિશામાં તપાસ કરતાં પત્નીનું પ્રેમપ્રકરણ ખુલી ગયું હતું. તેમજ પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દિધો હોવાનો ખુલાસો થયો હતો.