Gujarat Corona : રાજ્યમાં પ્રથમ એન્ટીબોડી કોકટેલ ઈન્જેકશન વડોદરાની મહિલાને અપાયું, શું થઈ અસર?
ઇન્જેક્શન આપતાં જ મહિલા દર્દીનું ઓક્સિજન લેવલ 5 કલાકમાં જ 93થી વધીને 97 થયું હતું. એક ઈન્જેકશન ડોઝની કિંમત 59,750 રૂપિયા છે. 10 જેટલા કોકટેલ ઈન્જેકશન હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, તેમ હોસ્પિટલના તબીબ ડો. અમન ખન્નાએ જણાવ્યું હતું.
વડોદરાઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને રાજ્યમાં પ્રથમ એન્ટીબોડી કોકટેલ ઈન્જેકશન વડોદરાની 54 વર્ષીય મહિલાને અપાયું છે. ગોત્રી વિસ્તારની અમન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી કોરોનાગ્રસ્ત મહિલા પર સફળ પ્રયોગ કરાયો છે.
ઇન્જેક્શન આપતાં જ મહિલા દર્દીનું ઓક્સિજન લેવલ 5 કલાકમાં જ 93થી વધીને 97 થયું હતું. એક ઈન્જેકશન ડોઝની કિંમત 59,750 રૂપિયા છે. 10 જેટલા કોકટેલ ઈન્જેકશન હોસ્પિટલમાં ઉપલબ્ધ છે, તેમ હોસ્પિટલના તબીબ ડો. અમન ખન્નાએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, માઇલ્ડ ટુ મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીને એન્ટીબોડી કોકટેલ ઈન્જેકશન આપવું હિતાવહ છે. એન્ટીબોડી કોકટેલ ઈન્જેકશન લેવાથી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહિ પડે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2521 નવા કેસ નોંધાયા છે અને 27 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9761 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 7965 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,50,015 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 43611 પર પહોંચ્યો છે. જેમાંથી 562 દર્દી વેન્ટિલેટર પર અને 43049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.36 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોપોરેશન 336, વડોદરા કોપોરેશન 308, સુરત કોપોરેશન 228, વડોદરા 172, રાજકોટ કોર્પોરેશન 122, સુરત 84, અમરેલી 80, જુનાગઢ 75, જુનાગઢ કોપોરેશન 69, રાજકોટ 68, ગીર સોમનાથ 67, પોરબંદર 66, પંચમહાલ 65, નવસારી 60, ભરૂચ 57, જામનગર કોપોરેશન 53, કચ્છ 53, આણંદ 51, બનાસકાંઠા 51, સાબરકાંઠા 42, ભાવનગર કોર્પોરેશન 38, ખેડા 38, મહેસાણા 35, વલસાડ 35, જામનગર 30, મહીસાગર 27, દેવભૂમિ દ્વારકા 26, ગાંધી કોર્પોરેશન 26, દાહોદ 23, ગાંધીનગર 21, ભાવનગર 20, પાટણ 20, નર્મદા 19, અરવલ્લી 18, અમદાવાદ 12, સુરેન્દ્રનગર 11, મોરબી 6, તાપી 6, છોટા ઉદેપુર 2, બોટાદ 1 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 2521 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
અમદાવાદ કોપોરેશન 7, વડોદરા કોપોરેશન 2, સુરત કોપોરેશન 2, વડોદરા 1, રાજકોટ કોર્પોરેશન 0, સુરત 0, અમરેલી 1, જુનાગઢ 1, જુનાગઢ કોપોરેશન 0, રાજકોટ 1, ગીર સોમનાથ 1, પોરબંદર 0, પંચમહાલ 0, નવસારી 0, ભરૂચ 0, જામનગર કોપોરેશન 1, કચ્છ 0, આણંદ 1, બનાસકાંઠા 0, સાબરકાંઠા 0, ભાવનગર કોર્પોરેશન 0, ખેડા 0, મહેસાણા 2, વલસાડ 0, જામનગર 1, મહીસાગર 1, દેવભૂમિ દ્વારકા 1, ગાંધી કોર્પોરેશન 0, દાહોદ 0, ગાંધીનગર 0, ભાવનગર 1, પાટણ 2, નર્મદા 0, અરવલ્લી 1, અમદાવાદ 0, સુરેન્દ્રનગર 0, મોરબી 0, તાપી 0, છોટા ઉદેપુર 0, બોટાદ 0 અને ડાંગમાં 0 મોત સાથે કુલ 27 મોત નોંધાયા છે.
રાજ્યમાં આજે કુલ 2,36,541 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં સાજા થવાનો દર 93.36 ટકા છે.