Vadodara : 'શિવજી કી સવારી' કાર્યક્રમમાં હાજર રહેનારા કયા મહિલા નેતાઓને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
વડોદરાના વોર્ડ નંબર-6 કોર્પોરેટર હેમિશા ઠક્કર કોરોના સંક્રમિત થયા છે. રેપીડ રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ બે કોર્પોરેટર જ્યોતિબેન પટેલ અને રીટા આચાર્યને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
વડોદરાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે ફરી એકવાર ભાજપ-કોંગ્રેસના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પછી ભાજપના મહિલા કોર્પોરેટરને કોરોનાનો ચેપ લાગ્યો છે. વડોદરાના વોર્ડ નંબર-6 કોર્પોરેટર હેમિશા ઠક્કર કોરોના સંક્રમિત થયા છે. રેપીડ રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત વધુ બે કોર્પોરેટર જ્યોતિબેન પટેલ અને રીટા આચાર્યને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ મહિલા નેતાઓ વડોદરામાં શિવરાત્રી નિમિત્તે યોજાયેલા શિવજી કી સવારી સહિતના કાર્યક્રમોમાં હાજર હતા. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અર્જુન ખાટરિયાને કોરોના પોઝિટીવ આવ્યો છે. તાજેતરમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા થયા છે. કોરોનાના કેસ વધતા ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે.
રાજય સરકારનાં મંત્રી ઇશ્વર પટેલ કોરોનાં સંક્રમિત થયા છે. લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલા થોડા દિવસોથી વિધાનસભા ગૃહમાં પણ હાજર રહેતાં હતાં.