ગુજરાતમાં મિનિ લોકડાઉન વચ્ચે કયા મહાનગરમાં વેપારીઓએ વેપાર-ધંધા શરૂ કરવા દેવાની ઉઠી માંગ?
સમા વિસ્તારમાં વેપારીઓએ વેપાર ધંધા સરુ કરવા દેવા માંગ કરી છે. લેડીસ ટ્રેલર, હોમ એપ્લાયન્સ, હેર સલુન શરુ કરવા દેવા માંગ કરવામાં આવી છે. વેપાર ધંધા બંધ થતા લોકો પરેશાન છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવી દીધું છે. ત્યારે વડોદરામાં વેપારીઓએ વેપાર-ધંધા શરૂ કરવાની માંગ કરી છે. શહેરના સમા વિસ્તારમાં વેપારીઓએ વેપાર ધંધા સરુ કરવા દેવા માંગ કરી છે. લેડીસ ટ્રેલર, હોમ એપ્લાયન્સ, હેર સલુન શરુ કરવા દેવા માંગ કરવામાં આવી છે. વેપાર ધંધા બંધ થતા લોકો પરેશાન છે.
દુકાનોના ભાડા, મકાનના હપ્તા કેવી રીતે ભરવા તે સમસ્યા છે. સરકારે લોકડાઉન નથી આપ્યું તેમ છતાં ધંધા બંધ હોવાથી કફોળી હાલત થઈ છે. દિવસ દરમિયાન મર્યાદિત સમયમા ધંધા રોજગાર ચાલુ કરવા દેવાની માંગ ઉઠી છે. બેકરી ચાલુ રાખવા દઈ સરકાર બર્થડે ઉજવવાની મંજુરી આડકતરી રીતે આપી છે. લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે સરકાર કોઈકની દુકાનો ચાલુ રાખવા દઈ શું કરવા માગે છે.
રાજકોટમાં લાખાજીરાજ રોડના વેપારીઓએ વિરોધ કર્યો હતો. લોકડાઉનને લઈને અલગ અલગ વિરોધ જોવા મળ્યો હતો. કેટલાક વેપારીઓ દ્વારા સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરવામાં આવી હતી. જ્યારે કેટલાક વેપારીઓએ દુકાનો ખોલવાની પણ માંગ કરી હતી. હાલ લોકડાઉનને લઈને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી વેપારીઓ રોષે ભરાયા હતા.
રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 16, સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7, રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3884, સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638, રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ 8 કેસ સાથે કુલ 12545 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.