શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં વરસાદની આગાહી વડોદરા-આણંદ સહિત કેટલાક જિલ્લામાં શરૂ થયો વરસાદ, જાણો વિગત
બપોરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આણંદમાં પણ 10 દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે.
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બપોરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ, વડોદરા શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના નિઝામપુરા, સમાં, નવાયાર્ડ, છાણી, ગોરવા, સમતા, કારેલીબાગ, ફતેહગંજ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ગરમી અને બફારામાંથી શહેરીજનોને રાહત મળી છે.
આણંદમાં પણ 10 દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. આણંદ, વિદ્યાનગર, બાકરોલ, જોળ, મોગરી સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ખેતી માટે તૈયાર કરેલ જમીનમાં વરસાદી પાણી પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે. ડાંગરના પાકની રોપણી સમયે વરસાદ આવતા ખેડૂતો ખુશ થયા છે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શામળાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો છે. બફારા અને ઉકળાટ બાદ ઠંડક પ્રસરી છે. બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ધાનેરાની બજારમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.
ભાવનગર શહેરમાં વાતવરણ આવ્યો પલ્ટો આવ્યો છે. શહેરના વાઘાવાડી, ક્રેસન્ટ સર્કલ, નિલંબાગ, નવાપરા, ભીડભંજન રોડ, કળાનાળા સર્કલ, મેઘાણી સર્કલ, કળિયાબીડ સહિત ના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આઠ દિવસના વિરામ બાદ મેઘાની એન્ટ્રી થતા લોકોને ગરમીથી રાહત મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion