(Source: ECI/ABP News/ABP Majha)
મોટા સમાચાર : ગુણાતીત સ્વામીએ આપઘાત નથી કર્યો, એમની હત્યા થઇ છે, જાણો કોણે કર્યો આ આક્ષેપ
Gunatit Swami Death Case : પોલીસ તાપસમાં સામે આવ્યું છે કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી. જો કે ત્યાર બાદ પણ પોલીસે હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીની નજીકના ગણાતા ત્રણ સાધુ-સંતોની પૂછપરછ કરી હતી.
VADODARA : હરિધામ સોખડામાં ગુણાતીત ચરણ સ્વામીના અપમૃત્યુ બાદ અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ તાપસમાં સામે આવ્યું છે કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી. જો કે ત્યાર બાદ પણ પોલીસે હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીની નજીકના ગણાતા ત્રણ સાધુ-સંતોની પૂછપરછ કરી હતી. જો કે હવે આ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. હવે દાવો કરવામાં આવ્યો છે કે ગુણાતીત સ્વામીએ આપઘાત નથી કર્યો, એમની હત્યા કરવામાં આવી છે.
આ આત્મહત્યા નથી, હત્યા છે : પિતરાઈ ભાઈ
હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીના આપઘાતને ઘણા દિવસો થયા છતાં પોલીસે કોઈ મજબૂત કાર્યવાહી કરી નથી એવા આક્ષેપ સાથે ગુણાતીત સ્વામીના સ્વજન તેમના પિતરાઈ ભાઈ હરસુખ ત્રાગડીયા વડોદરા જિલ્લા એસ.પી કચેરી પહોંચ્યા હતા અને એસ.પી સમક્ષ પુરાવા રજૂ કરી ન્યાય માટે અરજ કરી હતી. હરસુખ ત્રાગડીયાએ આરોપ લગાવતા કહ્યું કે ગુણાતીત સ્વામીને તેમના રૂમ પાટનર દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો. આ સાથે જહરસુખ ત્રાગડીયાએ આક્ષેપ કર્યો કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. હરસુખ ત્રાગડીયાએ ગુનેગારોને પકડી કડક સજા કરવા માંગ કરી છે.
પોલીસના પંચનામામાં ગળાના ભાગે નિશાનનો ઉલ્લેખ
સોખડા મંદિર ખાતે ગુણાતીત સ્વામીના મોતના મામલે પોલીસે કરેલા પંચનામામાં સ્વામીના ગળાના ભાગે ત્રણ નિશાંત દેખાયા હતા એવે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે નિશાન શેના હોઈ શકે તે સવાલ પોલીસે ડોક્ટરને કર્યો હતો. કોઝ ઓફ ડેથ શું હોઈ શકે તે પણ ડોક્ટરો જણાવશે પંચનામા સાથે બોડીનું જે વર્ણન કર્યું તે ધ્યાને લેવા ડોક્ટરોને પોલીસને જણાવવા કહેવામાં આવ્યું હતું. તેમના ડોકના ભાગે નિશાન કેવી રીતે આવ્યા તે સ્પષ્ટતા કરવા ઉલ્લેખ કરાયો હતો. ગળાના ભાગેના નિશાન શું અંતિમ સંસ્કાર પહેલા બાંધવામાં આવેલી બોડીના તો નિશાન નથી આ સવાલ ઊભો થયો હતો. ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ મોત અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.