(Source: ECI/ABP News/ABP Majha)
'આગળના ભાગે વિદ્યાર્થીઓને બેસાડ્યા, વજન વધી ગયુ, ટર્ન લેતી વખતે પલટી ખાઇ ગઇ બૉટ' - FSLના રિપોર્ટમાં હરણી કાંડનો મોટો ખુલાસો
ગુજરાતમાં પંદર દિવસ પહેલા થયેલી ગોઝારી બૉટ કાંડની ઘટનાને લઇને હવે એક પછી એક રિપોર્ટ અને અપડેટ સામે આવી રહ્યાં છે
Harni Lake Kand News: ગુજરાતમાં પંદર દિવસ પહેલા થયેલી ગોઝારી બૉટ કાંડની ઘટનાને લઇને હવે એક પછી એક રિપોર્ટ અને અપડેટ સામે આવી રહ્યાં છે. વડોદરાના હરણી તળાવમાં થયેલી બૉટ કાંડની ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડુબી જવાથી મોત થયા હતા, આ પછી તપાસના આદેશો અપાયા અને હવે આ મામલે એફએસએલની ટીમનો અને પોલીસનો રિપોર્ટ સામે આવ્યો છે. લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યુ છે કે, હરણી તળાવ કાંડમાં બૉટમાં વજન વધી ગયુ હતુ, જેના કારણે ટર્ન લેતી વખતે બૉટ પલટી મારી ગઇ હતી. નિયમ પ્રમાણે એક બૉટમાં એક ટન જેટલું વજન વહન કરી શકાય છે જ્યારે તે સમયે બૉટમાં દોઢ ટનથી વધુ વજન થઇ ગયુ હતુ, જેના કારણે આ ગોઝારી દૂર્ઘટના ઘટી હતી.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ઘટેલી આ મોતના મંજરની ઘટનાને લઇને ચર્ચાઓ થઇ રહી છે, વડોદરાના હરણી તળાવમાં બૉટ પલટી ખાઇ જતાં પ્રવાસે ગયેલા 12 વિદ્યાર્થીઓ સાથે 2 શિક્ષિકાઓના પણ ડુબી જવાથી મોત થયા હતા. હવે આ હરણી લેક ઝૉન દૂર્ઘટના મામલે પોલીસ અને FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, હરણી તળાવમાં બૉટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે જ આ દૂર્ઘટના સર્જાઈ હતી. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બૉટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું, નિયમ પ્રમાણે બૉટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી, ખરેખરમાં, જ્યાં કોઈને બેસાડી ના શકાય ત્યાં દસ વિદ્યાર્થીઓને બેસાડી દીધા હતા. આગળના ભાગે વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા, જેથી ટર્ન લેતી વખતે બૉટ પલ્ટી ખાઇ ગઇ હતી. બૉટ બનાવનાર કંપનીએ પણ લેક ઝૉન સંચાલકોની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બૉટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી.
આ પહેલા હરણી બૉટ કાંડમાં દૂર્ઘટનાના મુખ્ય આરોપી બિનીત કોટિયાની પોલીસે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ દૂર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી મોત થયા હતા, આ પછી રાજ્ય સરકારે એક પછી એક એક્શન લેવાનું શરૂ કર્યુ હતુ. હાલમાં પોલીસે પણ આ મામલે કેટલાક શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી હતી.