શોધખોળ કરો

Vadodra: હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતો ખુશખુશાલ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  વડોદરા શહેર, વાઘોડિયા, શિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

વડોદરા: હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  વડોદરા શહેર, વાઘોડિયા, શિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  શિનોરમાં બજારોના માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે.  ડભોઈ નગરના મહુડી ભાગોળ, લાલબજાર, વકીલ બંગલા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ ચણવાડા, સીતપુર,ચાંદોદ, કરનાળી, સહિતના ગામોમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે. 

વડોદરા શહેરના ફતેહગંજ, સમાં, છાણી, નિઝામપુરા, સયાજીગંજ, અકોટા, અલકાપુરી, માંજલપુર, વાઘોડિયા રોડ, આજવા રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાઘોડિયાના પિપડીયા, લિમડા, ટાઊન, ખેરવાડી, ગોરજ, નિમેટા, આજવા , અલવા જેવા વિસ્તારમા ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.    

Vadodra: હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતો ખુશખુશાલ 

અંબાલાલ પટેલની વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ વરસશે. આજે છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. 

અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે.  ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.  દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. 

ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.  

સરદાર સરોવર નર્મદા ડેમ બપોરના 3 કલાકે 

પાણીની સપાટી - 136.88 મીટર
મહત્તમ સપાટી - 138.68 મીટર
પાણીની આવક - 11,68,235 ક્યૂસેક

બપોરે 3 કલાકે 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.  1 કલાકમાં પાણીની સપાટીમાં 25 સે.મી.નો વધારો. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી.તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે.

ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.  ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક

દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે.  ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે.  હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.  ડેમની સપાટી 338.12 ફૂટ પર પહોંચી છે.  ડેમના સત્તાધીશો દ્વારા 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના હથનુર ડેમના 41 દરવાજા ખોલવામાં આવ્યા છે.  હથનુર ડેમમાંથી 3 લાખ 42 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે પાણી આગામી 30 કલાક સુધીમાં ઉકાઈ ડેમમાં આવશે. 

ટોપ સ્ટોરી

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Embed widget