ગુજરાતના આ શહેરમાં ખાનગી હોસ્પિટલની લૂંટ પર મનપાએ લગાવી લગામ, દરમાં 50% સુધીનો ઘટાડો કર્યો
હોસ્પિટલમાં જનરલ રૂમના ભાવ 6 હજારથી ઘટાડીને 4 હજાર 500 રૂપિયા કર્યા છે. HDU વોર્ડના એક દિવસના રેટ 8 હજાર 500થી ઘટાડીને 6000 કર્યાં છે.
કોરોના કાળમાં વડોદરા પાલિકાએ સૌથી મોટો અને આવકારદાયક નિર્ણય કર્યો છે. કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલો દ્વારા ચલાવાતી લૂંટ પર મહાપાલિકાએ સંકજો કસ્યો છે. શહેરમાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવારના ભાવમાં 25થી 50 ટકા સુધી ઘટાડો કર્યો છે.
હોસ્પિટલમાં જનરલ રૂમના ભાવ 6 હજારથી ઘટાડીને 4 હજાર 500 રૂપિયા કર્યા છે. HDU વોર્ડના એક દિવસના રેટ 8 હજાર 500થી ઘટાડીને 6000 કર્યાં છે. આઇસોલેશન અને ICU બેડના રેટ 18 હજારથી ઘટાડી 13 હજાર 500 કર્યાં છે. તો વેન્ટિલેટર, આઈસોલેશન અને આઈસીયુના રેટ 21 હજાર 500થી ઘટાડી 16 હજાર કર્યાં છે.
તમામ હોસ્પિટલની બહાર આ નવા ભાવના બોર્ડ મૂકવાના રહેશે. જે હોસ્પિટલ વધારે ચાર્જ વસૂલશે અથવા કેસલેશ સુવિધા નહીં આપે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો શહેરમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં હવે તમામ રૂમ સામાન્ય ગણાશે. કોઈ સ્પેશિયલ કે સેમી સ્પેશિયલ રૂમ નહીં રાખી શકાય.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-6, બનાસકાંઠા-2,ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમદાવાદ 1, આણંદ 1, ભરૂચ 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1, સુરત 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 81 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5076 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2631, સુરત કોર્પોરેશનમાં 1551, રાજકોટ કોર્પોરેશનમાં 698, વડોદરા કોર્પોરેશનમાં 348, સુરત 313, મહેસાણા 249, જામનગર કોર્પોરેશન 188, ભરુચ-161, વડોદરા 138, જામનગર 121, નવસારી 104, બનાસકાંઠા 103, ભાવનગર કોર્પોરેશન-102, પંચમહાલ-87, પાટણ 82, કચ્છ 81, દાહોદ 79, અમરેલી 74, સુરેન્દ્રનગર-72, ભાવનગર 68, ગાંધીનગર 68, રાજકોટ 64, ગાંધીનગર કોર્પોરેશન-61,તાપી 61, મહીસાગર 57, જૂનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-53, સાબરકાંઠા 52, ખેડા-49, આણંદ 48, મોરબી 48, વલસાડ 48, દેવભૂમિ દ્વારકા-46, નર્મદા 42, અમદાવાદ 41, અરવલ્લી 30, ગીર સોમનાથ 24, બોટાદ 17, છોટા ઉદેપુર 16, ડાંગમાં 12 અને પોરબંદરમાં 11 કેસ નોંધાયા હતા.