Vadodara News: વડોદરામાં પૂર બાદ આવી નવી આફત, આ રોગના ભરડામાં આવ્યા 25 હજાર લોકો
Vadodara News: વડોદરામાં પુર બાદ મોટી સંખ્યામાં પુર અસરગ્રસ્તોને ચામડીના રોગ થઈ રહ્યા છે. શહેરની ખાનગી, સરકારી હોસ્પિટલમાં 25 હજાર દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે.
Vadodara News: વડોદરામાં આવેલ પુરમાં અનેક વિસ્તારના લોકો 2થી 3 દિવસ પાણીમાં રહ્યા, લોકોના ઘર પાણીમાં ડૂબ્યા હતા. આ ઉપરાંત અનેક વિસ્તારમાં પહેલા માળ સુધી મકાનો ડૂબ્યા હતા. લોકો 3 દિવસ સુધી ઘરમાં અને અઠવાડિયા સુધી પાણીમાં અવરજવર કરતા લોકોના પગમાં ફંગસ થવા લાગ્યા છે. આંગળીઓ વચ્ચે અને પગ તળિયે છાલા પડી ગયા ચામડી ઉતરી રહી છે. પલળેલા જ કપડા લોકોએ 2થી 3 દિવસ પહેરી રાખતા પગ અને કમ્મરના ભાગે ફંગસ થતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળી 25 હજારથી વધુ લોકો ચામડીની બીમારીની સારવાર લઈ રહ્યા છે.
આ અંગે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહી રહ્યા છે કે પૂર બાદ ચામડીના દર્દીઓ ડબલ થઈ જવા પામ્યા છે. 200 જેટલી ખાનગી હોસ્પિટલમાં રોજના 40 થી 50 દર્દીઓ આવી રહ્યા છે. શહેરની સરકારી હોસ્પિટલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચી રહ્યા છે. ડોક્ટરે કહ્યું કે, લોકો પલળેલા પગને ગરમ પાણીથી ધોઈ આંગળીઓ પણ સાફ કરે ત્યાં તેલ અથવા ક્રીમ લગાવે. 2 થી 3 દિવસ પલળેલા કપડાં ગરમ પાણીમાં પલાળી ધોવે , શક્ય હોય ગંદા પાણીમાં ચાલવાનું ટાળી ડોક્ટરની સલાહ લે તે જરૂરી છે.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે વડોદરાવાસીઓને ભયંકર પૂરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની ઘરવખરી પળળી ગઈ તો પૂર બાદ ઠેરઠેર ગંદકી જોવા મળી હતી. જે બાદ રોગચાળામાં પણ વધારો થયો છે. લોકો શરદી,ઉધરસ, તાવ બાદ અને ચામડીના રોગોથી પિડાઈ રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ લાવી રહેલી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા અને પાટણમાં છુટાછવાયાથી લઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં છુટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છુટા છવાયાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ ગુજરાત રીજીયનમાં છુટા છવાયાથી લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
બે વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે
સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવા માટે કારણભૂત બની છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાયક્લૉનિક સર્ક્યૂલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવામાં કારણભૂત બનશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આ સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે, રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે.
આ પણ વાંચો...