ખોડલધામના નરેશ પટેલે ક્યા પ્રસિધ્ધ તીર્થધામમાં દર્શન કરી પૂજા કરતાં રાજકારણમાં પ્રવેશની જાહેરાતની તેજ બની અટકળો ?
ઉલ્લેખનીય છે કે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની ચર્ચા છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે
વડોદરાઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પ્રસિદ્ધ તીર્થધામમાં દર્શન કરી પૂજા કરતા તેમના રાજકારણમાં પ્રવેશવાને લઇને અટકળો વધુ ઉગ્ર બની હતી. મળતી જાણકારી અનુસાર, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ડભોઇ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારીના દર્શને પહોંચ્યા હતા. કાગવડ ખોડલધામના ટ્રસ્ટી અને ચેરમેન નરેશ પટેલે કરનાળી કુબેર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. પૂજારી સંચાલક મંડળ તેમજ મુખ્ય સંચાલક રજની ભાઈ પંડ્યા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. નરેશ પટેલ દર્શન માટે પહોંચતા અનેક તર્કવિતર્કો શરૂ થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની ચર્ચા છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી તેઓએ આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
કોગ્રેસ સમક્ષ મુકી આ શરત
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને કોગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બનવું છે પરંતુ કોગ્રેસ હાઇકમાન્ડ આ માટે રાજી નથી અને કહ્યું હતુ કે તમને પહેલા પાર્ટીમાં જોડાવ પછી આ મામલે વાતચીત કરીશું.
જોકે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, જો કોગ્રેસ પોતાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર નહી કરે તો નરેશ પટેલ કોગ્રેસમાં જોડાશે નહી તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં સમાજ અને વડીલો ના પાડે છે એવું કહીને નરેશ પટેલ પક્ષમાં જોડાવાનો ઇનકાર કરી શકે છે.
Money laundering case: એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને કોર્ટે આપી મોટી રાહત, જાણો