વડોદરા સામૂહિક બળાત્કાર કેસમાં પોલીસે કરી મોટી કાર્યવાહી, જાણો કોની સામે નોંધ્યો ગુનો?
વેકસીન મેદાનમાં થયેલ સામૂહિક બળાત્કાર મુદ્દે ઓએસીસ સંસ્થાના સંચાલકો સામે ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
વડોદરાઃ વેકસીન મેદાનમાં થયેલ સામૂહિક બળાત્કાર મુદ્દે ઓએસીસ સંસ્થાના સંચાલકો સામે ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ગંભીર ઘટનાની જાણ નહી કરી માહિતી છુપાવવા સંબંધમાં ઓએસીસ સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. પીડિતા ઓએસીસ સંસ્થામાં છેલ્લા 2 વર્ષથી એમ.એચ.ઇ નો કોર્ષ કરી રહી હતી અને પુસ્તક પ્રકાશક વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ કરતી હતી. પીડીતાએ ઓએસીસ સંસ્થાના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓને દુષ્કર્મની જાણ કરી હતી પરંતુ ટ્રસ્ટે સમયસર પુરાવા નહીં આપી તપાસમાં સહયોગ કર્યો નહોતો. સંસ્થાએ જો સમયસર પોલીસને જાણ કરી હોત તો યુવતીનો જીવ બચી શક્યો હોત અને ઘટનાનો ભેદ ઉકેલવામાં સરળતા થઇ હોત.
તપાસમાં પુરાવા આધારે સંસ્થા સામે ગુનો દાખલ કરાયો છે. જો તપાસમાં યોગ્ય પુરાવા મળશે તો સંસ્થાનું લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાશે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયર, સંજીવ શાહ અને વૈષ્ણવી ટાપરિયા સામે પોલીસે ઇપિકો કલમ 176 અને 114 મુજબ ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ યુવતી સાથે દુષ્કર્મ ન થયાનો એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો હતો.
રાજ્યમાં ઠંડી વધવાની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી આગામી દિવસોમાં લોકોને ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તરપૂર્વીય દિશામાંથી આવતા પહેલા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે ત્યારે સમગ્ર ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થશે .જેને લઇને આગામી દિવસમાં ઠંડી પડશે .જો કે હાલ નલિયાનું તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું છે જેથી નલિયા ,ઠંડુગાર શહેર છે અને અમદાવાદમાં પણ ઠંડી પડશે.
ઠંડીને લઈને હવામાન વિભાગના વિજીન લાલે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તરપૂર્વીય દિશામાંથી પવન આવી રહ્યા છે. સૌથી ઠંડુંગાર શહેર નલિયા છે. નલિયામાં ૧૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જેથી કરીને ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે.
રાજ્યમાં છેલ્લાં ઘણાં દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં તો વરસાદ પણ પડ્યો છે. જોકે રાજ્યમાં માવઠા બાદ હવે રાજ્યમાં ભેજને કારણે ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે આગામી 10મી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.