શોધખોળ કરો
Advertisement
સ્વિમિંગ પુલમાં ન્હાતી 8 મહિલાઓનો વીડિયો ઉતારનાર વડોદરાના યુવકની ધરપકડ, જાણો વિગત
સંસ્કારી નગરી ગણાંતુ ગુજરાતનું એવું વડોદરા શહેર ફરીથી શર્મશાર થયું છે. વડોદરામાં રહેતા આકાશ પટેલ નામના યુવકની એક શરમજનક કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે.
વડોદરા: ગુજરાતમાં વધુ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરામાં સ્વિમિંગ પુલમાં 8 જેટલી મહિલાઓ ન્હાતી હતી તે દરમિયા બાજુમાં આવેલા બંગલાની બાલ્કનીમાંથી એક યુવક મોબાઈલમાં વીડિયો ઉતારતો હતો. આ અંગે મહિલાઓએ ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવકની ધરપકડ કરી છે. આ સાથે મહિલા આયોગે પણ વડોદરા પોલીસ કમિશ્નર પાસે રિપોર્ટ માંગ્યો છે.
સંસ્કારી નગરી ગણાંતુ ગુજરાતનું એવું વડોદરા શહેર ફરીથી શર્મશાર થયું છે. વડોદરામાં રહેતા આકાશ પટેલ નામના યુવકની એક શરમજનક કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે.
વડોદરામાં આવેલા વિલા ક્લબ હાઉસના સ્વિમિંગ પુલમાં જ્યારે મહિલાઓ સ્વિમિંગ કરતી હતી ત્યારે બાજુમાં જ આવેલા આવેલા બંગ્લોઝમાં રહેતો આકાશ પટેલ નામનો યુવક પોતાના મોબાઈલમાં મહિલાઓનો વીડિયો ઉતારતો હતો.
આ સમયે યુવકની આ શરમજનક કરતૂત પણ કેમેરામાં કેદ થઈ હતી. જેના પગલે મહિલાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ફરિયાદના આધારે પોલીસે આકાશ પટેલની ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion