ભાજપના આ દિગ્ગજ નેતાએ વિધાનસભા ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી, જાણો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકારણ સાથે જોડાયેલા મોટા અપડેટ સતત સામે આવતા રહે છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકારણ સાથે જોડાયેલા મોટા અપડેટ સતત સામે આવતા રહે છે. વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુ સુખડિયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ધારાસભ્ય જીતુ સુખડિયાએ ગોત્રી હોસ્પિટલમાં પોતાની ગ્રાંટમાંથી આપેલી સાધન સહાયના લોકાર્પણના કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. ધારાસભ્ય જીતુભાઈની જાહેરાતને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે મોટી જાહેરાત ગણાવી છે.
જીતુ સુખડિયા સતત ચાર ટર્મથી સયાજીગંજના ધારાસભ્ય છે. ધારાસભ્ય જીતુ સુખડિયાએ એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે મે 2017 વખતે જ જાહેરાત કરી હતી કે આ મારી છેલ્લી ચૂંટણી છે. પોતે સંગઠનમાં રહીને કામ કરવાની ઈચ્છા વ્યકત કરી છે. 2022ની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરનારા જીતુ સુખડિયા ભાજપના પ્રથમ ધારાસભ્ય બન્યા છે. હવે અન્ય સિનિયર ધારાસભ્યના નિર્ણય પર સૌની નજર રહેશે.
સીએમ ભુપેન્દ્ર પટેલે નવસારીના ગણદેવી ખાતે 'વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર' યોજનાનો શિલાન્યાસ કર્યો, જાણો આ યોજના વિશે
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા નગર પાસેથી કાવેરી નદી પસાર થાય છે. બિલીમોરા અને તેની આજુબાજુના ગામોથી દરિયાનું અંતર આશરે 13 થી 15 કિ.મી. જેટલું છે. આ વિસ્તારમાં ચોમાસામાં ભારે વરસાદ પડતો હોવાથી કાવેરી, અંબિકા નદીઓમાં દર ચોમાસે બે થી ત્રણ મોટા પૂર આવે છે. આમ છતાં, દરિયાની ભરતીનું ખારૂ પાણી નદીમાં પ્રવેશવાને કારણે નદીના અને આજુબાજુ બોર-કુવાના ભૂગર્ભ જળ ખારા થઈ ગયા છે, આ પાણીને ઘરવપરાશ, સિંચાઈ કે અન્ય વપરાશમાં લઈ શકાતું નથી. આમ બિલીમોરા અને આસપાસના અંદાજે 10 ગામોમાં પીવાના મીઠા પાણી તેમજ ખેતી કે અન્ય ઘરગથ્થુ ઉપયોગ માટે મીઠા પાણીની ખૂબ મોટી અને ગંભીર સમસ્યા છે.
વાઘરેચ ગામે કાવેરી નદી અંબિકા નદીને મળે છે તે પહેલા અને કાવેરી નદી પરના વાઘરેચ ગામ બિલીમોરા વલસાડ કોસ્ટલ હાઈવેની હેઠવાસમાં વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કરાયું છે. આ કામના ટેન્ડરની અંદાજીત કિંમત 250 કરોડની છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આજે ગણદેવી ખાતે 'વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર' યોજનાનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રોજેક્ટમાં કાવેરી નદી પર દરવાજાવાળુ વિયર સ્ટ્રકચર તેમજ નદીના બંને કાઠાનું પૂરથી સરંક્ષણ માટે પાળા અને દીવાલનું ઈ.પી.સી. ધોરણે બાંધકામ કરાશે.