શોધખોળ કરો
વડોદરામાં કોરોનાના દર્દીઓ માટે કયો નવતર પ્રયોગ કરાયો શરૂ ? જાણો વિગત
હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે મ્યુઝીક થેરાપી શરૂ કરાઈ છે. દર્દીઓ માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે આ થેરાપી શરૂ કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે વડોદરામાં કોરોનાના દર્દીઓ માટે નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરાની સયાજી અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે મ્યુઝીક થેરાપી શરૂ કરાઈ છે. દર્દીઓ માનસિક રીતે સ્વસ્થ રહે તે માટે આ થેરાપી શરૂ કરવામાં આવી છે. ગોત્રી અને સયાજી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં ગઈ કાલે 1390 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,710 એક્ટિવ કેસ છે, જ્યારે 1,17,231 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,624 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,37,394 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, કચ્છમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં મળી કુલ 11 લોકોના મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 180, અમદાવાદ કોર્પોરેશનમાં 179, સુરતમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 92, જામનગર કોર્પોરેશનમાં 68, રાજકોટમાં 46, મહેસાણામાં 41, વડોદરામાં 41, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 32, અમરેલી અને પાટણમાં 30-30, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, ભાવનગર કોર્પોરેશનમાં 25, ભરૂચમાં 24 કેસ નોંધાયા હતા. કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં ગઈ કાલે કુલ 1372 દર્દી સાજા થયા હતા અને 61,966 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 43,56,062 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.32 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,88,158 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,87,748 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 410 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો





















