શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નવુ નજરાણું: ગુજરાતીઓ હવે ગુજરાતમાં કઈ જગ્યાએ રીવર રાફ્ટીંગની માણી શકાશે મજા? જાણો વિગત
મુસાફરોને ધ્યાનમાં રાખીને અનેક સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરિસરમાં ફ્રી વાઈફાઈ અને નર્મદામાં ખીલવાની ગામે રીવર રાફ્ટિંગ સુવિધાનો CMએ પ્રારંભ કરાવ્યો હતો.
નર્મદા: આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોની પહોંચ્યા હતાં. મુસાફરોને ધ્યાનમાં રાખીને અનેક સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરિસરમાં ફ્રી વાઈફાઈ અને નર્મદામાં ખીલવાની ગામે રીવર રાફ્ટિંગ સુવિધાનો CMએ પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરિસરમાં ફ્રીમાં વાયફાય સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેઓ ખલવાની ગામે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ સાહસ સભર રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સુવિદ્યાની શરૂઆત થતાં જ નર્મદા કેવડિયા કોલોની ખાતે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ જણાવ્યું હતું.
રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોની વીઆઈપી સર્કિટ હાઉસમાં આવી પહોંચ્યા હતા. આગામી દિવાળી કેવડીયામાં પ્રવાસીઓ ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કરતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કહ્યું કે, 1 લી સપ્ટેમ્બરથી રીવર રાફટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે. નદીના વળાંકો ને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયાભરમાં રીવર રાફટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વાના પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે. ત્યારે ખલવાની ઈકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે.
આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠ શીખશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion