શોધખોળ કરો

વડોદરામાં નવલખી મેદાન ખાતે હિન્દૂ દેવતાઓની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા હિન્દૂ સંગઠનોમાં રોષ

Vadodara News : હિન્દૂ સંગઠનો અને રાજકીય પક્ષોનો આક્ષેપ છે કે આ મૂર્તિઓ ઓલ્ડ પાદરા રોડ પર તોડી નાખવામાં આવેલા મંદિરની છે.

Vadodara : વડોદરા નવલખી મેદાન ખાતે હિન્દૂ દેવતાઓની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા હિન્દૂ સંગઠનોમાં રોષ ફેલાયો છે. નવલખી મેદાન ખાતે અવાવરુ જગ્યાએ ભાથીજી મહારાજ અને હનુમાનજીની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી છે.  હિન્દૂ  સંગઠનો અને રાજકીય પક્ષોનો આક્ષેપ છે કે આ મૂર્તિઓ ઓલ્ડ પાદરા રોડ પર તોડી પડાયેલા મંદિરની છે જે તંત્રએ તોડી પાડ્યું હતું. હિન્દૂ સંગઠનના સભ્યોએ તંત્ર આવ્યું નહીં સુધી ધરણા કરી વિરોધ કર્યો. રાત્રીમાં આ જગ્યાએ ભય હોવા છતાં  પણ તેઓ ત્યાં જ સૂઈ ગયા હતા અને  હજી  પણ દેખાવો યથાવત છે. 

ઓલ્ડ પાદરા રોડ પર ગત શનિવારે જે મંદિર તોડવામાં આવ્યા હતા તેની મૂર્તિઓ આજે નવલખી કુત્રિમ તળાવ  પાછળ કચરાની જેમ નાખી દેવામાં આવી હતી તેવા આક્ષેપ સાથે હિન્દૂ સંગઠનના નીરજ જૈન, ટિમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ, આપના નેતા, અને કોંગ્રેસના નેતા નવલખી મેદાન ખાતે જ્યાં પ્રતિમાઓ ફેંકી દેવાઈ  હતી ત્યાં રાત્રે જ બેસી વિરોધમાં જોડાયા હતા.

 નવલખી મેદાન ખાતે એક તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર હતા તો ગ્રાઉન્ડને પેલે પાર વિરોધ થઈ રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાનો સાથે હિન્દૂ આગેવાનો પહોંચી હનુમાનજી, ગણેશજીની મૂર્તિને કચરામાંથી કાઢી તેમને સ્થળ પર જ ગોઠવી ફુલહાર કરી જયશ્રી રામના જયઘોષ તેમજ ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવ્યાં હતા. તેમજ જ્યાં સુધી ચૂંટાયેલી પાંખ કે વહીવટી પાંખ ના આવે ત્યાં સુધી સ્થળ પરજ બેસી રામધૂન કરવાનું એલાન કર્યું હતું. 

કૉંગ્રેસ મહામંત્રી અમિત ઘોટીકરે આરોપ લગાવતા કહ્યું કે સત્તાધીશો સત્તાના નશામાં ચૂર થઈ ભગવાનનો માત્ર મત લેવા માટે ઉપયોગ કરી લે છે અને ત્યાર બાદ તેને તરછોડી દે છે, આ યોગ્ય ના કહેવાય.

તો સામે પક્ષે મેયર કેયુર રોકડીયાએ આક્ષેપો પાયા વિહોણા ગણાવી ફક્ત પ્રસિદ્ધિ માટેનો આ વિરોધ ગણાવ્યો હતો, મેયરે કહ્યું જે ઓલ્ડ પાદરા રોડ ખાતે મંદિર તોડયા હતા ત્યાંની ભગવાનની પ્રતિમાઓ અન્ય મંદિરમાં ખસેડી હોવાની વિગત આપી હતી. જોકે હજી  પણ નવલખી મેદાન ખાતે લોકો બેસી વિરોધ કરી તંત્ર ભગવાનની પ્રતિમાઓ યોગ્ય જગ્યાએ પહોંચાડવાની  માંગ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી

Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ

Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર
Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ

અમેરિકા જવાનું સપનું જોનારા માટે મોટા સમાચાર, આ ભૂલના કારણે રદ્દ થઈ જશે વીઝા

Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ

Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન

Embed widget