Panchmahal : યુવતીને માસીના દીકરા સાથે બંધાયા શારીરિક સંબંધ, પિતાને પડી ગઈ ખબર ને પછી તો......
શહેરા તાલુકાના બીલીથાની યુવતીને તેના જ માસીના દીકરા સાથે પ્રેમસંબંધ હતા. થોડા દિવસ પહેલા પિતા એક ધાર્મિક પ્રસંગ પૂર્ણ કરી પરત આવી રહ્યા હતા, ત્યારે તેમને દીકરીના સાળીના છોકરા સાથે પ્રેમસંબંધ હોવાની જાણકારી મળી હતી. તેમજ આ પ્રેમસંબંધને લઈને સમાજમાં દીકરીની બદનામી થઈ રહી હોવાથી તેમને લાગી આવ્યું હતું.
શહેરાઃ પંચમહાલમાં જિલ્લાના બીલીથા ગામે આડા સંબંધની શંકામાં પત્નીની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઈ ગયો હતો. જોકે, રવિપારે સાંજે પતિની કૂવામાંથી લાશ મળી આવતા આ ઘટનામાં નવો જ વળાંક આવ્યો છે. તેમજ પત્નીની હત્યામાં નવી જ વાત બહાર આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરા તાલુકાના બીલીથાની યુવતીને તેના જ માસીના દીકરા સાથે પ્રેમસંબંધ હતા. થોડા દિવસ પહેલા પિતા એક ધાર્મિક પ્રસંગ પૂર્ણ કરી પરત આવી રહ્યા હતા, ત્યારે તેમને દીકરીના સાળીના છોકરા સાથે પ્રેમસંબંધ હોવાની જાણકારી મળી હતી. તેમજ આ પ્રેમસંબંધને લઈને સમાજમાં દીકરીની બદનામી થઈ રહી હોવાથી તેમને લાગી આવ્યું હતું.
દીકરીના આડાસંબંધ હોવાની વાતો સમાજમાં થતી હોવાને લઈને પિતાએ સમાજનું પંચભેગુ કર્યું હતું. જોકે, આ પંચમાં સાળી, સાઢુ ભાઈ અને તેનો છોકરો હાજર થયા નહોતા. આ બાબતની દાઝ રાખી પતિએ ત્રણ દિવસ પહેલા પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ અંગે શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ પત્નીની હત્યા કરી ફરાર થયેલ હત્યારા પતિનો મૃતદેહ રવિવારે સાંજે હડકાય માતાના મુવાડા ફળિયામાં તેઓના ઘરથી થોડે દૂર આવેલ કૂવામાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ શહેરા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કૂવામાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પત્નીની હત્યા કરી હોવાનું પતિને લાગી આવતાં કૂવામાં પડતું મુકી મોતને વ્હાલું કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
Vadodara : પાણીપુરીવાળા સાથે પત્ની કરી રહી હતી હસી મજાક, પતિ જોઇ ગયો ને પછી તો......
વડોદરાઃ કરજણ તાલુકાના કંડારી ગામના 40 વર્ષીય પાણીપુરીવાળાની હત્યા કરીને લાશ ગંધારા ગામની સીમમાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો કેસ ઉકેલી નાંખ્યો છે અને હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વડોદરાના ગંધારા ગામની સીમમાંથી તા 30/1/2021 નીલગીરીના ખેતર નજીક 40 વર્ષીય પાણીપુરી વાળા પુરૂષનો મૃતદેહ ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ મૃતદેહની તપાસ કરતાં મૃતક કરજણના કંડારી ગામે ભાડાના મકાનમાં રહી આસપાસના ગામોમાં લારી લઇ પાણીપુરીનો ધંધો કરી ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ મૃતક મૂળ યુપીનો જ્ઞાનસિંગ ધોકાલ હોવાનું જાણવા મળ્યું હતું.
મૂળ જુગરાજપુર, થાનું રેણાર, તા.કોચ, જિલ્લા. જાલોન (યુપી)નો રહેવાસી જ્ઞાનસિંગ નાના ફોફળિયા પણ પાણીપુરી વેચવા માટે જતો હતો. અહીં આરોપી મુકેશભાઈ (રહે.નાના ફોફળિયા) લાલજીભાઈને પાણીપુરી વાળા પરપ્રાંતીય પર પોતાની પત્ની સાથે સંબંધ હોવાની શંકા જતા વારદાતને અંજામ આપેલ હતો.
કરજણ પોલીસ, વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા રૂરલ LCB મળી અંજામ આપનાર આરોપીને ઝડપી પાડી ખૂનીખેલનો ગુનો ડિટેક્ટ કર્યો છે. મુકેશભાઈ લાલજીભાઈ, મીઠાભાઈ ચંદુભાઈ ભેગા મળી પાણીપુરી વાળાની હત્યા કરી અંજામ આપેલ હતો.
Vadodara : યુવતીને રૂમમાં ખેંચી જઈ યુવકે બંધ કરી દીધો દરવાજો, પરાણે સંબંધ બાંધવાનો પ્રયાસ ને......
વડોદરાઃ શહેરના કારેલીબાગમાં રહેતી માનસિક અસ્વસ્થ યુવતી પર યુવકે બળાત્કારનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને પરાણે રૂમમાં ખેંચી જઈ આરોપીએ રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો. જોકે, નાની બહેને બૂમો પાડતાં આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ ફરિયાદ થતાં એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરાર શખ્સની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, યુવતીના પિતાને પાડોશીએ ફોન કરીને તાત્કાલિક ઘરે બોલાવ્યા હતા. પિતા ઘરે પહોંચતા નાની દીકરી રડી રહી હતી. જેથી પિતાએ પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, બે શખ્સો તેમના ઘર પાસે ઉભા હતા. જેમાંથી એક શખ્સ મોટી બહેનને ઘરમાં લઈ ગયો હતો. દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
તેમજ આ યુવક યુવતી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો. જોકે, તેણે બૂમાબૂમ કરતાં આ યુવક ભાગી ગયો હતો. આ અંગે બળાત્કારનો પ્રયાસ કરનાર શખ્સ સાથે ઉભેલા યુવકની પૂછપરછ કરતાં તેણે આરોપીની ઓળખ પોલીસને આપી હતી. યુવતીના પિતાની ફરિયાદને આધારે પોલીસે એકની ધરપકડ કરી લીધી છે. જ્યારે બળાત્કારનો પ્રયાસ કરનાર શખ્સ ફરાર છે.