શોધખોળ કરો

વડોદરામાં ધાર્મિક સ્થળોના દબાણો પર ફરી બુલડોઝર ફરી વળતા હોબાળો, પોલીસે 20થી વધુ લોકોની કરી અટકાયત

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ઘણા દિવસથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા બે મંદિરોને તોડી પાડવામાં આવ્યા હતા જેને લઈને ભારે વિરોધ થયો હતો. સયાજીગંજ પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ઘણા દિવસથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા બે મંદિરોને તોડી પાડવામાં આવ્યા હતા જેને લઈને બારે વિરોધ થયો હતો. હવે ફરી પરશુરામ ભઠ્ઠામાં નટરાજ ટાઉનશિપ પાસે ધાર્મિક સ્થાનોના દબાણ દૂર કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે. રેલવે લાઇનમાં આવતા દબાણો રેલવે તંત્ર દ્વારા તોડવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોડીયાર માતાના મંદિરનું અને દર્ગાનું દબાણ તંત્રએ તોડી પાડ્યું હતું. વહેલી સવારે 4 વાગે તંત્રએ મંદિર અને દર્ગાના દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું. સ્થાનિક લોકોએ ભારે વિરોધ કરતાં સયાજીગંજ પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી છે. જો કે, દબાણ તોડતા પહેલા રેલવે તંત્રએ નોટીસ આપી હોવાની વાત સામે આવી છે.

રખડતા ઢોરે યુવકને અડફેટે લેતા મોઢા પર 12 ટાંકા આવ્યા, થોડા દિવસ બાદ હતા લગ્ન
શહેરમાં ઢોરનો ત્રાસ યથાવત છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ પાસે યુવાનને ગાયે અડફેટે લેતાં તે ઘાયલ થયો છે. ઘાયલ થયેલા યુવાનનું નામ હિરેન પરમાર છે અને સૌથી મહત્વની વાત છે કે, તેના લગ્ન 6 જૂનના રોજ રાખવામાં આવ્યા હતા. હવે હિરેન ઘાયલ થતા લગ્ન પ્રસંગ કેવી રીતે થશે એ અંગે પરિવારમાં ચિંતાનો માહોલ છે. હિરેન ટેટૂ બનાવી આપવાનો ધંધો કરે છે. હાલમાં ઘાયલ થતા આર્થિક મુસિબતનો સામનો પણ કરવો પડી શકે છે.
 
આ બનાવ અંગે વિગતે વાત કરીએ તો, રાત્રે 9 થી 10 વાગ્યાના અરસામાં જેતલપુર રોડથી અલકાપુરી તરફ હિરેન એક્ટિવ પર જતો હતો ત્યારે અચાનક કૂતરાઓ ભસતા ગાય એકટીવા સાથે અથડાઈ હતી. જેના કારણે યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. મોઢાના ભાગે ઇજા થતાં SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.  યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજા પોહચવાથી 10થી 12 ટાંકા લેવા પડ્યા હતા. વડોદરા શહેરમાં એક અઠવાડિયામાં રખડતા ઢોરના કારણે આ ત્રીજો બનાવ છે. પાલિકા તંત્ર દ્વારા ઢોર મુક્ત કરવાની વાતો માત્ર કાગળ પર રહી છે.

મહેસાણામાં પોતાને ડોન ગણાવતા વ્યક્તિની જાહેરમાં હત્યા
મહેસાણા: શહેરના ગોપીનાળા પાસે કુખ્યાત શખ્સની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે આ હત્યાનો બનાવ બન્યો હતો. ગોપાલ નામના માથાભારે શખ્સની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની શક્યતા છે. પોતાને ડોન ગણાવતા ગોપાલ નામના વ્યક્તિની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. ધારદાર હથિયાર વડે હત્યા કરી આરોપીઓ નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget