Vadodara: આજે વડોદરામાં સુવર્ણ મઢીત 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું અનાવરણ, 35 હજાર દિવડાની થશે આરતી
વડોદરા: સુરસાગર સ્થિત સુવર્ણ મઢીત સર્વેશ્વર મહાદેવની શિવજીની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ થશે. આ ખાસ પ્રસંગે સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે.
વડોદરા: સુરસાગર સ્થિત સુવર્ણ મઢીત સર્વેશ્વર મહાદેવની શિવજીની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ થશે. આ ખાસ પ્રસંગે સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે. 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સુવર્ણ મઢીત કરવામાં આવી છે. સાંજે શિવજી કી સવારીમાં આખું વડોદરા જોડાશે. 35 હજાર દિવડાની આરતી કરવામાં આવશે. હજારો લોકો શિવરાત્રી નિમિતે મહા આરતીમાં ભાગ લેશે. સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા 12 કરોડનુ સોનું એકત્ર કરાયું હતું. આ ઉપરાંત ધારાસભ્ય યોગેશ પટેલના અથાગ પ્રયાસથી શિવજીની પ્રતિમા સુશોભિત થઈ છે.
આજે મહશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિતે રાજ્યના દરેક શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના આશિર્વાદ લેવા શિવાલયોમાં પહોંચી રહ્યા છે. આજે મહશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિતે રાજ્યના દરેક શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો ભોલેનાથના આશિર્વાદ લેવા સવારથી જ શિવાલયોમાં પહોંચી રહ્યા છે. તો બીજી તરફ મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિરે ભાવીભકતોનુ ઘોડાપુર ઉપટ્યું છે.
વહેલી સવારે સોમનાથ મંદિર 4:00 કલાકે દર્શન માટે ખુલ્લુ મુકાયુ હતું. મંદિર દર્શન માટે ખુલતા જ ભાવિકોની કતારો જોવા મળી હતી. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યુ. જયારે દિવસભર સોમનાથમાં વિશેષ પૂજા સહિત અનેક કાર્યક્રમો યોજાશે. તો અનેક પ્રકારની મહાદેવની પૂજા અર્ચના કરી શકશે.
મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રી આ દિવસે ભગવાન શીવની પૂજા આરાધના થાય છે. જૂનાગઢની તળેટીમાં બીરાજમાન ભગવાન ભોળાનાથને રાત્રે 12 વાગ્યાથી જ પૂજા શરુ કરી દેવામાં આવી હતી.. વહેલી સવારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે એ પહેલાથી જ ભક્તોનો ધસારો ભવનાથ મંદિરના પ્રાંગણમાં શરુ થઇ ગયો. વિદેશી મહેમાનોએ પણ ભગવાન શિવની આરાધના કરી હતી.
અલગ અલગ દ્વવ્યો અને ફૂલોની માળા સાથે ભક્તો પહોચ્યા શીવ દર્શને પહોચ્યા હતા. મંદિરના ગર્ભ ગૃહને પણ ફૂલોથી સજાવવામાં આવ્યો. સવારે ભગવાન ભોળાનાથને સણગાર કર્યા બાદ ભાંગનો પ્રસાદ ચડાવવામાં આવશે. હર હર મહાદેવના નાદ સાથે સંપૂર્ણ વાતાવરણ શીવમય બની ચૂક્યુ છે.
રાજકોટ શહેરમાં તમામ શિવાલયોમાં સવારથી મહાશિવરાત્રીની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના રામનાથ, મહાદેવ પંચનાથ, ધારેશ્વર,જાગનાથ,ઈશ્વરીયા મહાદેવ સહિતના પૌરાણિક મંદિરોમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.