શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ દવા પી મરી જવાની ધમકી આપી કાર ચાલકે વિદ્યાર્થિની પર ગુજરાર્યો બળાત્કાર, બનાવ્યો અશ્લીલ વીડિયો
તરસાલીની સગીરાને ધમકી આપીને સ્કૂલવાનના ચાલકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. કાર ચાલકે સગીરાને કિસ કરતો વીડિયો પણ બનાવ્યો હતો.
વડોદરાઃ તરસાલીની ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સ્કૂલવાનના ચાલકે લવજેહાદમાં ફસાવી બળાત્કાર ગુજારતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કાર ચાલકે વિદ્યાર્થિનીને દવા પી મરી જવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી વિદ્યાર્થિનીને જબરજસ્તીથી કમાટીબાગમાં લઇ ગયો હતો, જે તેના ભાઇના હાથે ઝડપાઇ ગયો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થિનીને લાલબાગમાં લઈ જઈ તેને જાહેરમાં કિસ કરતો સેલ્ફી વીડિયો પણ ઉતાર્યો હતો.
આ અંગે સગીરાની માતાએ પૂછપરછ કરતાં વાનના ડ્રાઇવરે 2 મહિના પહેલા માંજલપુરમાં રોડની સાઇડ પર સ્કૂલવાનમાં જ બળાત્કાર ગુજાર્યો હોવાની હકિકત જણાવતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો નોંધી સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી છે.
તરસાલીમાં 17 વર્ષીય વિદ્યાર્થિની બે વર્ષ પહેલા ધોરણ 11માં અભ્યાસ કરતી હતી અને ચાલીને સ્કૂલે જતી હતી. આ સગીરાનો પીછો તરસાલી ચોરાવાળા ફળિયામાં રહેતો અને સ્કૂલવાન ચલાવતો મોઇન અજીત ચૌહાણ કરતો હતો. એટલું જ નહીં સગીરાને પરેશાન પણ કરતો હતો. દરમિયાન એક દિવસ તેણે સગીરાને પ્રેમ કરતો હોવાનું કહેતા સગીરા ગુસ્સે થઈ જતી રહી હતી.
આ ઘટનાના ત્રણ દિવસ પછી ફરીથી મોઇને સગીરાને રસ્તામાં રોકી હતી અને મારી સાથે નહીં બોલે તો દવા પીને મરી જઈશ અને તારું નામ લખવાની અને તેના પરિવારને જાણ કરી દેવાની ધમકી આપી હતી. જેથી સગીરા ડરી ગઈ હતી અને તેણે પોતાનો મોબાઇલ નંબર મોઇનને આપી દીધો હતો. આ પછી મોઇન તેને ફોન કરતો હતો.
ગત જાન્યુઆરી 2019માં મોઇન વિદ્યાર્થિનીને જબરજસ્તીથી હાથ પકડી સ્કૂલવાનમાં બેસાડી કપુરાઇ ચોકડીથી આગળ અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને અહીં બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી બે મહિના પહેલા વિદ્યાર્થિની ક્લાસમાંથી છૂટી ત્યારે ફરીથી તેને સ્કૂલવાનમાં બેસાડી માંજલપુર તુલસીધામ ચાર રસ્તા નજીક લઈ ગયો હતો અને સ્કૂલવાનમાં જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આમ, તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ ધમકી આપી બળાત્કાર ગુજારતો હતો.
આવી જ રીતે સોમવારે સવારે 11 વાગ્યે મોઇન વિદ્યાર્થિનીને બળજબરીથી કમાટીબાગ લઇ ગયો હતો. જેની જાણ સગીરાના ભાઈને થી જતાં તે મિત્રો સાથે ત્યાં પહોંચી ગયો હતો અને મોઇનને ઝડપી પાડ્યો હતો. આ પછી બહેનને ઘરે લઈ જતાં તેની માતાએ પૂછપરછ કરતાં વિદ્યાર્થિનીએ સમગ્ર ઘટના જણાવી હતી. જેથી માતાએ મકરપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી. તેની ધરપકડ કરી તપાસ એસીપી એસસીએસટી સેલ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ખેતીવાડી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion