(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: વડોદરામાં હિપોપોટેમસના હુમલામાં ઘાયલ થયેલા ઝુ ક્યુરેટરને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર
વડોદરા: થોડા દિવસ પહેલા સયાજીબાગમાં હિપોપોટેમસ દ્વારા ઝુ ક્યુરેટર પર કરવામાં આવેલા હુમલા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હુમલામાં ઘાયલ થયેલા સિક્યુરિટી સુપરવાઈઝર રોહિત થાપેનો પગ કાપવાનો વારો આવ્યો છે.
વડોદરા: થોડા દિવસ પહેલા સયાજીબાગમાં હિપોપોટેમસ દ્વારા ઝુ ક્યુરેટર પર કરવામાં આવેલા હુમલા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હુમલામાં ઘાયલ થયેલા સિક્યુરિટી સુપરવાઈઝર રોહિત થાપેનો પગ કાપવાનો વારો આવ્યો છે. ગત 9 માર્ચના રોજ એંક્લોઝરમાં ઉતરેલા ઝુ ક્યુરેટર પ્રત્યુશ પટ્ટનકર પર હિપોપોટેમસે હુમલો કર્યો હતો. ઝુ ક્યુરેટરને બચાવવા સિક્યુરિટી સુપરવાઈઝર પણ એંક્લોઝરમાં કુદ્યા હતા. ઝુ ક્યુરેટર પ્રત્યુશ પટ્ટનકરની હાલત હાલ ગંભીર હોવાની વાત સામે આવી છે.
લવ મેરેજમાં માતા-પિતાની સહીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજયો
લવ મેરેજમાં માતા-પિતાની સહીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજયો હતો. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે કાયદામંત્રી સમક્ષ આ માંગણી કરી હતી. કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા માંગ કરવામાં આવી હતી. જ્યાં જન્મ થયો હોય ત્યાં જ લગ્નની નોંધણી કરાવવા પણ માંગ કરવામાં આવી હતી. એક જિલ્લાનું યુગલ અન્ય જિલ્લામાં જઈ કોર્ટ લવ મેરેજ કરે છે. માતા-પિતાની હાજરીમાં જ લવ મેરેજની નોંધણી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.
તો બીજી તરફ આ મમાલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું હતું. આજે ધારાસભ્યોએ માંગ કરી કે લગ્નની નાંધણી ગામમાં થવી જોઇંએ. લગ્નની વિધિ પણ ગામમાં થવી જોઇંએ. પંચની સહીની જરૂર હોય એ પંચ પણ ગામના જ હોવા જોઇએ. જે લોકોને દિકરીઓ મળતી નથી તેવા અસામાજિક તત્વો દસ્તાવેજના આધારે લવ મેરેજ કરે છે. જેમાં દિકરીએ પસ્તાવાનો વારો આવે છે. કોઇ પણ પરિવારે મોભાદાર થતાં ચારથી પાંચ પેઢીનો સમય લાગી જતો હોય છે. અસામાજિક તત્વો દિકરીને ફોસલાવી લવ મેરેજ કરે ત્યારે મોભાદાર વ્યક્તિ શરમમાં મુકાય છે.
ગુજરાતના આ શહેરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું,માર્ચમાં 27 કેસ નોંધાયા
કોરોનાની ત્રીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. વડોદરામાં ગઈકાલે વડોદરા શહેરમાં કોવિડના 5 કેસ પોઝિટિવ નોંધાતા આ મહિને કોવિડ પોઝિટિવની સંખ્યા વધીને 27 પર પહોંચી છે. જોકે ખાનગી હોસ્પિટલમાં પણ કોવિડ પોઝિટિવના કેસ નોંધાઇ રહ્યા છે. આ અંગે કોર્પોરેશન આરોગ્ય વિભાગના મુખ્ય અમલદારનું કહેવું છે કે, આ વખતનો કોરોના વાયરસ પહેલા જેટલો ઘાતક દેખાઈ રહ્યો નથી. N1H1 વાયરસ તેના રૂપ બદલી રહ્યો છે. જોકે તેના લક્ષણો એક સરખા જ જોવા મળી રહ્યા છે. શરદી, ખાંસી, તાવના લક્ષણો સામે આવી રહ્યા છે.
પહેલા રોજના 250 થી 300 ટેસ્ટિંગમાં માંડ 1 કે 2 પોઝિટિવ આવતા હતા તે હવે 2 થી 3 કેસ નોંધાઇ રહ્યા છે. 34 અર્બન હેલ્થ સેન્ટર, સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે પણ કોવિડ ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરાઈ છે. માર્ચ માસમાં નોંધાયેલા 27 પોઝિટિવ કેસના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી 4000 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની અલાયદી વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે.