Vadodara Boat Accident: વડોદરા ભયંકર બોટ દુર્ઘટનાની તપાસ માટે SITની રચના, 6ની અટકાયત
વડોદરા બોટ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો હતો. તળાવ ડેવલપનો કોન્ટ્રાક્ટ સમયે કોટિયા પ્રોજેક્ટમાં છ પાર્ટનર હતા. પરંતુ હાલમાં કોટિયા પ્રોજેક્ટમાં 16 પાર્ટનર છે. જેમ જેમ એક્ટિવિટી વધી, તેમ તેમ પાર્ટનરો પણ વધતા ગયા હતા. કયા પાર્ટનરને કઈ જવાબદારી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Vadodara Boat Accident:વડોદરા હરણી નદીમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુનાની તપાસ ACP ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી છે. ડીસીપી પન્ના મોમાયાનો પણ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રાઈમબ્રાંચના ACP, બે પીઆઈ અને એક PSIનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં વડોદરા બોટ દુર્ધટનામાં કુલ 6 શખ્સની અટકાયત કરવામાં આવી છે. ગઇ કાલે વધુ કોટિયા કંપનીના 3 પાર્ટનરોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ રીતે ગઈકાલે પકડાયેલા 3 સહિત કુલ છની અટકાયત કરવામાં આવી છે. તમામ છ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મેઇન કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એ કંપનીએ કોને કોને પેટા કોંટ્રાક્ટ સોંપ્યો તેની તપાસ થઇ રહી છે.2017માં કોર્પોરેશને આપેલ કોંટ્રાક્ટમાં 4 ભાગીદાર હતા.પરેશ શાહનો દિકરો વત્સલ, ધર્મીન ભતાણી વહીવટ સંભાળતા હતા. 2017માં કોર્પોરેશન સાથે થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી. પરેશ શાહના પુત્ર વત્સલ શાહ, પત્ની સહિત 4ના નામે કોંટ્રાક્ટ હતો.
વડોદરા બોટ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો હતો. તળાવ ડેવલપનો કોન્ટ્રાક્ટ સમયે કોટિયા પ્રોજેક્ટમાં છ પાર્ટનર હતા. પરંતુ હાલમાં કોટિયા પ્રોજેક્ટમાં 16 પાર્ટનર છે. જેમ જેમ એક્ટિવિટી વધી, તેમ તેમ પાર્ટનરો પણ વધતા ગયા હતા. કયા પાર્ટનરને કઈ જવાબદારી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સ્કૂલ સંચાલકોએ શું દાવો કર્યો
ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકો મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ દાવો કર્યો હતો કે બોટમાં વધુ સંખ્યા બેસાડવાનો શિક્ષકોએ ઇનકાર કર્યો હતો પરંતુ બોટ સંચાલકની મનમાનીએ શિક્ષકો અને બાળકોનો ભોગ લીધો હતો. સ્કૂલના ટીચરોએ બોટમાં વધારે બાળકો બેસાડવાની ના પાડી હતી છતાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલ સંચાલકો પણ અલગથી કાર્યવાહી કરશે.પ્રવાસ પહેલા શાળા સંચાલકોએ પ્રોજેક્ટ મેનેજર સાથે બેઠક કરી હતી. ફન ટાઇમ એરેના પ્રોજેક્ટ મેનેજર સાથે બેઠક કરી હતી.
શું છે સમગ્ર ઘટના
વડોદરાના હરણી તળાવમાં ગુરુવારે એક હોડી પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ન્યુ સનરાઇઝ સ્કૂલની 27 વિદ્યાર્થીઓનું જૂથ તેમના શિક્ષકો સાથે પિકનિક પર ગયું હતું.