શોધખોળ કરો
Advertisement
Vadodara: અપક્ષ ઉમેદવારે ડિપોઝીટ પેટે એક-એક રૂપિયાના ત્રણ હજાર સિક્કા જમા કરાવતા અધિકારીઓ પણ મુકાયા આશ્ચર્યમાં
વડોદરા મનપાના વોર્ડ નંબર 8 માટે ઉમેદવારી કરવા આવનાર એક ઉમેદવારે ડીપોઝીટ પેટે 3 હજાર રૂપિયાના સિક્કા જમા કરાવતા તેને જોઈને અધિકારીઓ આશ્ચર્યમાં મુકાયા હતું.
વડોદરામાં : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. બાકી રહેલા ઉમેદવારો આજે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યારે વડોદરા મનપાના વોર્ડ નંબર 8 માટે ઉમેદવારી નોંધાવવા આવનાર એક ઉમેદવારે ડીપોઝીટ પેટે 3 હજાર રૂપિયાના સિક્કા જમા કરાવતા તેને જોઈને અધિકારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા.
ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસે વોર્ડ નંબર 8માંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. પોતાના વિસ્તારના ત્રણ હજાર ઘરોમાંથી ઉમેદવારે એક એક રૂપિયો ઉઘરાવ્યો હતો જે તમામ ચલણી સિક્કા આજે તેને પોતાની ડીપોઝીટ તરીકે જમા કરાવ્યા હતા.
એક એક રૂપિયાના ત્રણ હજાર સિક્કા ડેબલ પર મુકતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement